Charchapatra

ધર્મ- મર્મ

લાખ ચોર્યાસીના ફેરા ફર્યા બાદ માનવ અવતાર મળે છે અને આ ઉત્તમ અવતાર ગણાય છે. આથી માનવે માનવી બનીને જીવી જઇને સાર્થક કરવું જોઇએ. દરેકના જીવનમાં ઉતારચઢાવ, ચડતીપડતી આવ્યા કરે છે. તેનાથી ડરવાની જરૂર નથી. પરંતુ હિંમતપૂર્વક  પ્રતિકાર કરવો જોઇએ. લલકાર સામે પડકાર ફેંકવો જોઇએ. એ જ જીવનની સાચી કસોટી છે. આ બાબતે સીતારામ પરિવારના પૂ. બાલુરામ બાપુ સત્સંગ સભામાં વ્યાસપીઠ પરથી દોહરાવે છે. જીવનમાં કામ ધંધો, વ્યવસાય, કારોબાર તો ચાલ્યા કરે છે. પરંતુ પ્રભુસ્મરણ માટે પણ સમય કાઢવો જોઇએ. જીવનને માણો અને દુ:ખને જાણો. તર્ક-બુધ્ધિથી વિચારો. બધા રસ્તા નીકળી જશે. જીવનમાં હસીખુશીથી જીવી જાવ. જીવનનો ધર્મ-મર્મ સમજાવ્યો હતો. અયોધ્યામાં ભવ્ય શ્રીરામ મંદિર બન્યું. હવે દેશમાં રામ રાજય પણ આવવું જોઇએ. સ્વચ્છતાથી માર્ગ પરનો કચરો દૂર કરી શકાય. પરંતુ માણસના અંતરમાં જે કામ, ક્રોધ, લોભ, મોહ માયા છે તેને સંયમથી દૂર કરવાં જોઇએ.
તરસાડા  – પ્રવીણસિંહ મહિડા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

વેડ ડભોલી ને સિંગણપોર આવતાં જતાં થાય બપોર
આ એક કહેવત નથી, પણ હકીકત છે, જ્યારે સુરત ચાર દરવાજાથી અંદર હતું જેવા કે કતારગામ દરવાજા, લાલ દરવાજા, સહરા દરવાજા, ઉધના દરવાજા જેવા નાનકડા સુરતથી આજુબાજુ શાકભાજીની ખેતી મોટા પ્રમાણમાં થતી હતી. ત્યારે કોઇ સાઇકલ, સ્કુટર કે ફોર વ્હીલર ન હતું જ્યાં જવું ત્યાં પગપાળા જવું. વેડ-ડભોલીને સીંગણપોરમાં આ થતું શાકભાજી વેચવાનું મોટું કેન્દ્ર ભાગળ. સવારે 5 વાગે શાકભાજીનાં પોટલાં લઇને જેવા કે બે હાથમાં અને એક માથા પર મૂકીને ભાગળ પર લગભગ 7 વાગે બજાર ભરાતું હતું. સવારે 11 વાગે શાકભાજી વેચી તથા પોતાના ઘરનો ઘરવખરી સામાન ગાંધી કરિયાણાનો અહીને 11 વાગે જે નીકળતા તો બપોરે 1 વાગે વેડ-ડભોલીને સીંગણપોર પહોંચતા.
સુરત     – મહેશ આઇ. ડોક્ટર– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top