Business

Reliance Jio 5Gના લોન્ચિંગ પહેલા મુકેશ અંબાણી પહોંચ્યા તિરુમાલા, આટલા કરોડનું દાન કર્યું

રિલાયન્સ જીઓ (Reliance Jio) 5Gનું લોન્ચિંગ દિવાળી (Diwali) પહેલા થઈ રહ્યું છે. તે પહેલા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના ચેરમેન મુકેશ અંબાણી (Mukesh Ambani) તિરુમાલામાં ભગવાન વેંકટેશ્વરના પ્રાચીન પહાડી મંદિરમાં ભગવાનના દર્શન કરવા પહોંચ્યા અને વિધિવત પૂજા કરી અને આશીર્વાદ લીધા હતા. આ પછી તેમણે ભગવાનના મંદિરમાં 1.5 કરોડ રૂપિયાનો પ્રસાદ ચડાવ્યો હતો. રિલાયન્સના અધિકારીએ જણાવ્યું હતું કે ભગવાન વેંકટેશ્વરના ભક્ત મુકેશ અંબાણી, એન્કોર હેલ્થકેરના સીઈઓ વિરેન મર્ચન્ટની પુત્રી રાધિકા મર્ચન્ટ તેમજ આરઆઈએલના અન્ય અધિકારીઓ શુક્રવારે વહેલી સવારે તિરુમાલા પહાડીઓ પર પહોંચ્યા હતા અને ભગવાનને પ્રાર્થના કરી હતી.

  • રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણીએ તિરુમાલામાં ભગવાન વેંકટેશ્વરના પ્રાચીન પહાડી મંદિરમાં દર્શન કર્યા
  • Reliance Jio આ વર્ષે દિવાળી સુધીમાં દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નાઈ જેવા અનેક મોટા શહેરોમાં હાઈ-સ્પીડ 5G ટેલિકોમ સેવાઓ શરૂ કરવા માટે તૈયાર
  • ડિસેમ્બર 2023 સુધીમાં દેશભરના દરેક શહેર, તાલુકા અને જિલ્લામાં તેનું 5G નેટવર્ક વિસ્તરણ કરશે

મંદિરમાં પૂજા કર્યા બાદ અંબાણીએ 1.5 કરોડનો ચેક આપ્યો
પૂજા બાદ અંબાણીએ મંદિરમાં TTDના વધારાના એક્ઝિક્યુટિવ ઓફિસર એ વેંકટ ધર્મા રેડ્ડીને રૂ. 1.5 કરોડનો ચેક સોંપ્યો હતો. અધિકારીએ જણાવ્યું કે પહાડો પર આવેલા ગેસ્ટ હાઉસમાં થોડો સમય વિતાવ્યા બાદ મુકેશ અંબાણી, રાધિકા મર્ચન્ટ અને અન્ય લોકોએ અભિષેકમ (પવિત્ર સ્નાન) ની એક કલાકની પવિત્ર વિધિમાં ભાગ લીધો હતો. આ વ્યવસ્થા મંદિરના વરિષ્ઠ પૂજારીઓ દ્વારા ભગવાન વેંકટેશ્વર માટે અંદરના ગર્ભગૃહમાં વહેલી સવારે કરવામાં આવી હતી.

મુકેશ અંબાણીએ વિધિવત પૂજા કરી હાથીઓને ભોજન કરાવ્યું
અધિકારીએ કહ્યું કે તિરુપતિ પહાડીઓ છોડતા પહેલા અંબાણીએ મંદિરમાં હાથીઓને ભોજન કરાવ્યું હતું. જણાવી દઈએ કે મુકેશ અંબાણીએ રાજસ્થાનના રાજસમંદ જિલ્લાના નાથદ્વારા શહેરમાં આવેલા શ્રીનાથજી મંદિરમાં ભગવાનના દર્શન કર્યા બાદ તિરુમાલાની આ યાત્રા કરી હતી. થોડો સમય મંદિરમાં પૂજા કર્યા બાદ તેઓ ઉદયપુર પરત ફર્યા હતા અને જ્યાંથી તેઓ મુંબઈ જવા રવાના થયા હતા.

Reliance Jio 5G દેશના ચાર મોટા શહેરોમાં લોન્ચ કરવામાં આવશે
Reliance Jio આ વર્ષે દિવાળી સુધીમાં દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નાઈ જેવા અનેક મોટા શહેરોમાં હાઈ-સ્પીડ 5G ટેલિકોમ સેવાઓ શરૂ કરવા માટે તૈયાર છે. ત્યારબાદ તે ડિસેમ્બર 2023 સુધીમાં દેશભરના દરેક શહેર, તાલુકા અને જિલ્લામાં તેનું 5G નેટવર્ક વિસ્તરણ કરશે જેના માટે હજી લગભગ 18 મહિનાનો સમય બાકી છે.

જણાવી દઈએ કે Jio 5Gનું લેટેસ્ટ વર્ઝન ઓફર કરશે જેને સ્ટેન્ડઅલોન 5G કહેવામાં આવે છે. તે 5G ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર 2 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરશે. કંપનીએ DoT દ્વારા તાજેતરમાં પૂર્ણ થયેલ 5G હરાજીમાં 700 MHz, 800 MHz, 1800 MHz, 3300 MHz અને 26 GHz બેન્ડમાં સ્પેક્ટ્રમ મેળવ્યું છે. જેમાં સરકારને લગભગ ₹ 1.5 લાખની કિંમતની બિડ મળી છે.

Most Popular

To Top