SURAT

કોરોનાકાળમાં મૃત્યુ પામેલા અનેક લોકોના સ્વજનો પેઢીનામું બનાવવા માટે અટવાયા

surat શહેરમાં કોરોના ( corona) ની મહામારીએ સેંકડો લોકોને અજગરી ભરડામાં લેતા મોતના મુખમાં ધકેલ્યા છે. કોરોનાને કારણે કલેક્ટર દ્વારા તમામ નાગરિક સુવિધા કેન્દ્રો બંધ કરાયા છે બીજી બાજું તલાટીઓ કોવિડની ( covid) અન્ય કામગીરીમાં વ્યસ્ત હોવા મૃત્યુ પામેલા લોકોના સ્વજનોને હવે પેઢીનામા ( genealogy) બનાવવા માટે અટવાવું પડી રહ્યું છે. તેમને મિલકત સંબંધી અને બેંકીંગ સંબંધી કાર્યો માટે પરેશાન થવું પડે છે.કોરોનામાં લોકોનું અકાળે મૃત્યુ થવાનું પ્રમાણ વધ્યુ છે. તેમના નામે ચાલતી મિલકતોમાં રેવન્યુ રેકર્ડે નામ ટ્રાન્સફર કરાવવા જરૂરી દસ્તાવેજોની નોંધણીની અસર રેવન્યુ રેકર્ડમાં કરવા માટે તથા બેંક ખાતાના વ્યવહારો માટે તલાટી રૂબરૂનું પેઢીનામું આવશ્યક હોય છે. પરંતુ કલેક્ટર દ્વારા હાલ કોરોના ( corona) ને કારણે તમામ નાગરિક સુવિધા કેન્દ્રો, ઇધારા કેન્દ્રો બંધ રાખવામાં આવ્યા છે.

બીજી તરફ તલાટીઓને એકસાથે 3 થી 4 ગામોનો અથવા વોર્ડનો ચાર્જ સંભાળવો પડે છે. તેઓ પાસે અતિશય કામનું ભારણ છે. વળી ઓક્સિજન સપ્લાયની દેખરેખ માટે પણ તેમને વધારાની ડયુટી આપી છે. જેના કારણે તેઓ તેમના દફતરે મળતા ન હોવાથી નાગરિકોને તેમના કામોમાં મુશ્કેલી પડી રહી છે. ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામ પંચાયત તલાટી કે રેવન્યુ તલાટી અને શહેરી વિસ્તારમાં રેવન્યુ તલાટી પેઢીનામું બનાવે છે. પરંતુ હાલ શહેરની સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાની ભયંકર પરિસ્થિતિને કારણે પંચાયત તલાટી હોય કે રેવન્યુ તલાટી તમામ વ્યસ્ત છે ત્યારે કલેક્ટર દ્વારા સેંકડો લોકો માટેના આ પ્રશ્ન અંગે દરકાર લઈ યોગ્ય નિર્ણય લેવો જરૂરી બન્યું છે.


અચાનક કેમ પેઢીનામા માટે લાઈનો લાગી
કોરોના મહામારીના કારણે લોકોના અકાળે મૃત્યુના કારણે હાલમાં પેઢીનામાની જરૂરિયાત ઉપસ્થિત થઈ છે. જ્યારે કોઈ વ્યક્તિ અવસાન પામ્યુ હોય તેવા કિસ્સામાં દસ્તાવેજ કરાવવા, ગામ દફતરે તથા સિટી સર્વે દફતરે વારસાઈ કરાવવા તથા અવસાન પામેલા વ્યક્તિના નામે ચાલતુ બેંક ખાતું બંધ કરાવવા કે આવા ખાતામાં પડેલી થાપણો ઉપાડવા પેઢીનામું ફરજીયાત છે.


પેઢીનામા વગર બેંક થાપણ કે પ્રોપટી તબીદીલીને પણ અસર : એડવોકેટ ધરમ રબારી
જમીન મહેસૂલ કાયદાની પ્રક્ટિસ કરતા એડવોકેટ ધરમ રબારીએ કહ્યું હતું કે કોરોનામાં અકાળે સ્વજનોના મોત બાદ સેંકડો લોકોને બેકમાં થાપણ ઉપાડવા કે પ્રોપટી રીલેટેડ કામો માટે પેઢીનામાની જરૂર પડે છે. પરંતુ તલાટીઓ મળતા નહિં હોવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. સામાન્ય લોકોની આ તકલીફોનો કલેકટરે નિવેડો લાવવો જોઇએ

Most Popular

To Top