SURAT

સુરતમાં 18 થી 45 વર્ષ સુધીના લોકોનો ડેટા તૈયાર: 19.67 લાખ લોકો માટે આજથી રજીસ્ટ્રેશન શરૂ

સુરત: (surat) શહેરમાં 16મી જાન્યુઆરીથી વેક્સિનેશન ( vaccination) ની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. સુરત મહાનગરપાલિકા ( smc) દ્વારા તબક્કાવાર વેક્સિનેશનની કામગીરી કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારે ( central goverment) કરેલી જાહેરાત મુજબ 1લી મે થી 18 વર્ષથી ઉપરના તમામ લોકોનું વેક્સિનેશન કરાશે. જેઓનો ડેટા સુરત મનપા દ્વારા તૈયાર કરી દેવાયો છે. મનપા કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, શહેરમાં 18થી 44 વયના કુલ 19,67,951 લોકો મતદાર યાદી પ્રમાણે નોંધાયા છે. જેઓને 1લી મેથી વેક્સિન મુકવાની શરૂઆત કરવામાં આવશે. અત્યાર સુધીમાં મનપા દ્વારા હેલ્થકેર વર્કર, ફ્રન્ટલાઈન વર્કર, સિનિયર સિટિઝન, તેમજ 45 વર્ષથી ઉપરના કો-મોર્બિડ લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. જેમાં કુલ 8.5 લાખ કરતા વધુ લોકોને આવરી લેવાયા છે.

મનપા કમિશનરે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, સુરત મનપા દ્વારા એક દિવસમાં 50 હજારથી 70 હજાર લોકોને વેક્સિન આપી શકે તેટલી ક્ષમતા છે. પરંતુ વેક્સિનનો પુરતો જથ્થો મળી શકે તેમ હાલમાં ન હોય, સેન્ટરોની સંખ્યા વધારવા માટે વિચારાયું નથી. મનપા દ્વારા વિવિધ હેલ્થ સેન્ટરો પરથી વેક્સિનેશનની કામગીરી કરવામાં આવી રહી છે. પહેલી મેથી 18 વયથી ઉપરનાને વેક્સિન આપવા માટેની તમામ તૈયારીઓ પણ કરી લેવામાં આવી છે. તમામ લોકોએ ફરજીયાત ઓનલાઈન કો-વિન પોર્ટલ પરથી રજીસ્ટ્રેશન કરાવીને જ વેક્સિન મુકાવવા જવાનું રહેશે. ઓનસાઈટ રજીસ્ટ્રેશન થશે.


કઈ વયજુથના કેટલા લોકો વયજુથ સંખ્યા

18 થી 20 57,166
21 થી 30 6,74,569,

31 થી 44 12,36,216

કુલ 19,67,951


ગુજરાતમાં કોરોનાના સૌથી વધુ ટેસ્ટિંગ સુરતમાં કરાઈ રહ્યાં છે: મ્યુનિ.કમિ.

મનપા કમિશનરે જણાવ્યું હતું કે, શહેરમાં સંક્રમણને કાબુમાં કરવા માટે વધુમાં વધુ લોકોના ટેસ્ટ કરીને સંક્રમણની ચેઈન તોડવામાં આવી રહી છે. શહેરમાં ટેસ્ટિંગ ( testing) ખુબ જ સઘન રીતે કરવામાં આવી રહ્યું છે. હાલમાં સુરત મનપા દ્વારા પ્રતિદિન 32,000 જેટલા ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ ટેસ્ટ સુરતમાં થઈ રહ્યા છે. અમદાવાદમાં પ્રતિદિન 26,000 ટેસ્ટ થઈ રહ્યા છે. વધુમાં કમિશનરે જણાવ્યું હતું કે, હાલમાં વરાછા, કતારગામ અને રાંદેર ઝોનમાં સંક્રમણ વધી રહ્યું છે. આવનારા દિવસોમાં હોસ્પિટલોમાં દાખલ થનારા લોકો આ ઝોનના હશે.

Most Popular

To Top