તા.28-07-25ના રોજ માલદીવ્સને કરોડોની લોન વિશે મેં ચર્ચાપત્ર લખ્યું હતું. જેમાં સ્પષ્ટ ઉલ્લેખ હતો કે આ મુદ્દો બુદ્ધી જીવીઓ સાથે ચર્ચા માંગી લે એવો છે. જેના અનુસંધાનમાં મારા ચર્ચાપત્રી મિત્રએ આ અંગે માહિતી અને વિચારો વ્યક્ત કર્યા. તે વાંચીને ખૂબ આનંદ થયો. તેમની પ્રતિક્રિયામાં લોન અંગેની ગેરસમજ તેમજ 565 મિલીયન ડોલર (4850 કરોડ રૂપિયા)ની ક્રેડીટ લાઈન આપી છે એવું જણાવ્યું. આ સહાયતા ખાસ હેતુ ઈન્ફાસ્ટ્રાક્ચર પ્રોજેક્ટ માટે આપી છે. તેમજ માલદીવ્સમાં ભારતનાં મજૂરો, નિવૃત્ત સૈનિકો પણ કાર્ય કરે છે અને ભારતની ઘણી કંપનીઓ તથા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ પર કાર્ય કરી રહી છે સારી બાબત છે કે આ લોન સિક્યોર છે.
પરંતુ હજુ પણ મારો પ્રશ્ન એ જ છે, આર્થિક રીતે પછાત પડોશી દેશોમાં ભારતનાં લોકો કાર્ય કરી રહ્યા છે અને તથા પણ આપણા દેશની કંપનીઓ કાર્યરત છે તો શું એ બધા જ દેશોને આપણે આ રીતની આર્થિક સહાયતા કરીશું? કોઈ પણ પડોશી દેશ સાથે આર્થિક સહાયતા રૂપી ડીલ કરતાં પહેલા તેની પક્ષતા જોવી ખૂબ જ જરૂરી છે. ભૂતકાળ ઈતિહાસનો અભ્યાસ કરતા માલદીવ્સ નિરંતર ચીનના પ્રભાવથી ભારત વિશેથી અભિગમ અપનાવતું રહ્યું છે. હવે માલદીવ્સ ચેતી ગયું હશે એવી આશા વ્યક્ત કરી છે. આપણે હકારાત્મક અભિગમ જ રાખી શકી એ કે હવે માલદિવ્સ આપણી મિત્રતાનું સાચા અર્થમાં ધ્યાન રાખશે?
મોટા મંદિર, સુરત – રાજુ રાવલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.