Surat Main

સુરતીઓને આ સમાચાર રાહત આપશે: સ્મશાનમાં આવતા મૃતદેહો અને હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યામાં 50 ટકાનો ઘટાડો

સુરતઃ (Surat) શહેર માટે આજની સવાર ખૂબ જ સકારાત્મક અને રાહતના (Relief) સમાચાર (News) સાથે આવી છે. શહેરમાં છેલ્લા એક મહિનાથી કોરોનાએ મોતનો તાંડવ શરૂ કર્યો હતો. હજી પણ આ તાંડવ ચાલી રહ્યો છે પરંતુ છેલ્લા એક મહિનાની તુલનાએ ત્રણેક દિવસથી કોરોનાથી મોતના દર્દીઓની (Patients) સંખ્યામાં 50 થી 60 ટકાનો ઘટાડો (Reduction) નોંધાયો છે. જે આંકડા સ્મશાનગૃહોમાંથી જાણવા મળ્યા છે.

  • દિવસ-રાત સળગતી ભઠ્ઠીઓ થોડી શાંત પડતા સ્મશાનગૃહોના સંચાલકોએ માનસિક શાંતિ અનુભવી
  • હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા અને ઓપીડીની સંખ્યામાં પણ 40-50 ટકા ઘટાડો

સમગ્ર શહેર-જિલ્લાને છેલ્લા એક મહિનાથી કોરોનાના કાળે બાનમાં લીધા હતા. શહેરમાં ટપોટપ કોરોનાથી લાશો પડી રહી હતી. જેને કારણે શહેરની હોસ્પિટલની બહાર જ નહીં પરંતુ સ્મશાન ગૃહની બહાર પણ લાંબી લાઈનો જોવા મળી હતી. અંતિમ ક્રિયા માટે આઠ-દસ કલાક રાહ જોવડાવી પડતી હતી. જેને કારણે શહેરમાં પરિસ્થિતિ ખૂબ જ વિકટ બની હતી. તંત્ર પણ માથું ખંજવાળતું થયું હતું કે કોરોના સંક્રમણને કઈ રીતે કાબૂમાં લેવું. સરકારના તમામ પ્રયાસો પણ કોરોના નામના આ રાક્ષસ સામે પરાસ્થ નજરે આવ્યા હતા. પરંતુ છેલ્લા ત્રણ-ચાર દિવસથી શહેરમાં કોરોનાના દર્દીઓની સ્થિતિ સુધરી રહી હોવાનું જાણવા મળી રહ્યું હતું. આ બાબતની ચકાસણી કરવા સ્મશાનગૃહમાં અંતિમક્રિયા માટે આવતા મૃતદેહોના આંકડા ચકાસવામાં આવ્યા હતા. જેમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી સ્મશાનગૃહમાં કોવિડ ગાઇડલાઇન પ્રમાણે આવતા મૃતદેહોની સંખ્યામાં 50 થી 60 ટકાનો ઘટાડો થયો હોવાનું સામે આવ્યું છે. આ બાબત ખરેખર શહેર માટે ખૂબ જ પોઝિટિવ છે કે શહેરમાં છેલ્લા ત્રણ દિવસમાં કોવિડ ગાઇડલાઇન પ્રમાણે એટલે કે કોરોનાથી મોતને ભેટતાં દર્દીઓની સંખ્યામાં 50 ટકા જેટલો ઘટાડો થયો છે.

  • શહેરના મુખ્ય ત્રણ સ્મશાનગૃહોમાં આવતા મૃતદેહોની સ્થિતિ પહેલા અને હવે
  • સ્મશાનગૃહ ગયા અઠવાડિયા સુધી 100-120 35-40
  • ઉમરા 90-110 50-60
  • અશ્વિનીકુમાર 120-130 50-70

શહેરમાં રવિવારે 301 ઓછા કેસ નોંધાયા હતાં. ગઈકાલે શહેરમાં કોરોનાના 1795 પોઝિટિવ દર્દી નોંધાયા હતા. પરંતુ રવિવારે તેમાં ઘટાડો નોંધાયો હતો અને 1494 પોઝિટિવ દર્દી નોંધાયા હતા. અને શહેરમાં પોઝિટિવ દર્દીઓનો કુલ આંક 93,734 પર પહોંચી ચૂક્યો છે. શહેરમાં ગંભીર દર્દીઓ ઘટી રહ્યા છે. અને સાજા થનારા દર્દીઓની સંખ્યા વધી રહી છે જેના કારણે તંત્રને પણ રાહત મળી રહી છે. શહેરમાં વધુ 9 મોત સાથે કુલ મૃત્યુઆંક 1444 પર પહોંચ્યો છે. તેમજ શહેરમાં રવિવારે 2316 દર્દીઓ સાજા થયા હતા અને અત્યાર સુધીમાં કુલ 75,655 દર્દીઓ સાજા થયા હતા. તેમજ રીકવરી રેટ વધીને 80.71 ટકા પર પહોંચ્યો છે.

  • કયા ઝોનમાં કેટલા કેસ?
  • ઝોન કેસ
  • સેન્ટ્રલ 65
  • વરાછા-એ 54
  • વરાછા-બી 101
  • રાંદેર 409
  • કતારગામ 205
  • લિંબાયત 125
  • ઉધના 137
  • અઠવા 398

Most Popular

To Top