દાહોદ: દાહોદ શહેરમાં દર રવિવારે સમગ્ર દાહોદ શહેરમાં સેનેટરાઈઝર ઝંટકાવની કામગીરી કરવામાં આવે છે. આજે પણ દાહોદ પાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા શહેરના ઘણા વિસ્તારોમાં સેનેટરાઈઝરીંગ કરવામાં આવ્યું હતું. શહેર સહિત જિલ્લામાં કોરોનાનો કેસોમાં ઘટાડો નોંધાયો છે જેને પગલે શહેર સહિત જિલ્લાવાસીઓએ રાહત અનુભવી છે.
દાહોદ શહેર સહિત જિલ્લામાં પણ કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવી મુક્યો હતો. એપ્રિલ માસના પ્રારંભની સાથે જ એક થી દોઢ માસમાં જેટલા કેસો પોઝીટીવ આવ્યાં હતાં તેટલા કેસો તો કોરોનાની પ્રથમ લહેરમાં પણ ન હોતા આવ્યાં હતાં. કોરોનાની બીજી લહેરે સૌ કોઈને ચિંતામાં મુકી દીધાં હતાં. આ બીજી લહેરમાં વૃધ્ધોની સાથે સાથે યુવાનોને પણ કોરોનાએ પોતાના સકંજામાં લીધાં હતાં. આરોગ્ય તંત્ર સમેત જિલ્લા વહીવટી તંત્ર માટે આ કોરોનાની બીજી લહેર જાણે પડકાર રૂપ સાબીત થઈ હતી.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોરોના સંક્રમણને અંકુશમાં લાવવા માટે જાહેર કાર્યક્રમો, લગ્ન પ્રસંગો, મેળાવડા પર પ્રતિબંધ અને કોરોના ગાઈડ લાઈન પ્રમાણે કાર્યક્રમો યોજવા માટે જાહેરનામા પ્રસિધ્ધ કરી કોરોના સંક્રમણને ઘટાડવાના સઘન પ્રયત્નો કરવામાં આવ્યાં હતાં અને હાલ પણ આ જાહેરનામાનો અમલ યથાવત્ છે પરંતુ છેલ્લા કેટલાંક દિવસોથી દાહોદ શહેર સહિત જિલ્લામાં કોરોનાના કેસોમાં ઘરખમ ઘટાડો જાેવા મળી રહ્યો છે.
ટેસ્ટીંગ ઓછુ કરી દેવામાં હશે? ટેસ્ટીંગ કીટોની અછત હશે? જેના કારણે કોરોના કેસોમાં ઘટાડો જાેવા મળી રહ્યો છે તેવી જાહેર અને છડેચોક બુમો પણ ઉઠવા પામી છે પરંતુ લગભગ કોરોનાના કેસોમાં ઘટાડો પણ થઈ રહ્યો છે. દાહોદ પાલિકા તંત્રના આરોગ્ય વિભાગ દ્વારા અગાઉ પણ શહેરમાં તાબેતા મુજબ સેટેરાઈઝીંગ ઝંટકાવની કામગીરી કરવામાં આવતી હતી અને દર રવિવારે ફરજીયાત સોસાયટી, ગલી – મહોલ્લા, ફળિયા વિગેરે જેવા રહેણાંક વિસ્તારો સહિત જાહેર સ્થળો પર આ કામગીરી કરવામાં આવતી હતી .