વડોદરા : વિધાન સભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ સરકારી ભરતી પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તલાટી કમ મંત્રીની 3437 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે આ અંગે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે તલાટી કમ મંત્રીની ભરતી માટેના ઇચ્છુક ઉમેદવારો આગામી 15 ફેબ્રુઆરી સુધી ઓનલાઈન અરજી કરી શકશે તલાટી કમ મંત્રીની ભરતીની જાહેરાતને પગલે વડોદરાના બેરોજગાર યુવાનોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે જોકે ભરતી પ્રક્રિયામાં ઉપરાઉપરી બહાર આવતા કૌભાંડોને કારણે યુવાનોનો વિશ્વાસ ડગમગી રહ્યો છે તે પણ હકીકત છે.
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા પંચાયત વર્ગ-૩ તલાટી કમ મંત્રીની જગ્યા ઉપર સીધી ભરતી માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે જે મુજબ રાજ્યભરમાં 3437 જેટલી જગ્યાઓ પર તલાટી-કમ-મંત્રીની સુધી ભરતી કરવામાં આવશે જેમાં સામાન્ય જનરલ કેટેગરી માટે 1557,EWS 331,ઓબીસી માટે 851 SC ઉમેદવારો માટે 259 અને ST ઉમેદવારો માટે 437 જગ્યા અનામત રાખવામાં આવી છે આ ઉપરાંત દિવ્યાંગો અને પૂર્વ સૈનિકો માટેની જગ્યા પણ અનામત અનામત રખાઈ છે.
ઉલ્લેખનીય છે કે તલાટી કમ મંત્રી માટેની શૈક્ષણિક લાયકાત ધોરણ 12 પાસ છે આ ઉપરાંત અરજદાર ઉમેદવારને કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું પણ જરૂરી છે ભરતી માટે અરજી કરવા ઇચ્છતા ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર આગામી ૧૫ ફેબ્રુઆરી સુધી ઓનલાઇન અરજી કરવાની રહેશે ઓનલાઈન અરજી દરમિયાન અરજદારે કોઈ પણ જાતના પ્રમાણપત્ર અપલોડ કરવાના નથી જોકે પ્રમાણપત્રોના આધારે જ ઓનલાઇન અરજી કરવાની રહેશે તલાટી કમ મંત્રીની ભરતી માં પસંદગી પામનાર ઉમેદવારોને પહેલા પાંચ વર્ષ સુધી 19950નો ફિક્સ પગાર આપવામાં આવશે.
પાલિકાના નવા વહીવટી વોર્ડ માટે ભરતી કરાશે
વડોદરા મહાનગરપાલિકા દ્વારા નવા વહીવટી વોર્ડની રચના કરવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે 19 ઇલેક્શન વોર્ડની જેમ તમામ 19 વોર્ડમાં વહીવટી કચેરી કાર્યરત કરવાનું આયોજન છે હાલ 12 વહીવટી વોર્ડ કાર્યરત છે અને આગામી સમયમાં નવી 7 વહીવટી કચેરી ઊભી કરવા નવા નાણાકીય વર્ષમાં 7 કરોડની જોગવાઇ પણ કરવામાં આવી છે ત્યારે નવીન કચેરીઓ માટે વોર્ડ ઓફિસર, ક્લાર્ક,એન્જિનિયરો મલ્ટીપર્પઝ વર્કરો મળી અધિકારી અને કર્મચારીઓની ભરતીની જગ્યા ઊભી થશે જેને લઇ આગામી સમયમાં વડોદરા મહાનગર પાલિકા દ્વારા પણ ભરતી પ્રક્રિયા હાથ ધરી વિવિઘ વર્ગનામાં ભરતી કરવામાં આવશે.
તલાટી કમ મંત્રીની ભરતીમાં કોઈ કૌભાંડ ન થાય તેવી વડોદરાના યુવાનોની લાગણી
રાજ્યમાં તલાટી-કમ-મંત્રીની ખાલી જગ્યા માટે બહાર પાડવામાં આવેલ જાહેરાતને પગલે પ્રથમ દિવસથી જ ઓનલાઈન ફોર્મ ભરવા માટે વડોદરાના યુવાનોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો વડોદરાના યુવાનોએ બપોરે 1 વાગ્યા પછી જ ઓજસ વેબસાઈટ પર જઈ ફોર્મ ભરવાની શરૂઆત સાથે ભરતી વિશે જાણકારી મેળવી હતી તલાટી કમ મંત્રીની ભરતી બહાર પડતા વડોદરાના યુવાનોમાં ઉત્સાહ તો હતો પરંતુ વર્તમાન સમયમાં ભરતી પ્રક્રિયામાં થતાં કૌભાંડો અને ગોલમાલ થી યુવાનોનો વિશ્વાસ ડગમગી ગયો છે એટલે તલાટી કમ મંત્રીની ભરતી વધુ પારદર્શક રીતે થાય તેવી પણ લાગણી વ્યક્ત કરી રહ્યા છે