માંડવી: ((Mandvi ) દક્ષિણ ગુજરાતમાં (sauth gujarat )માં નાના જિલ્લાઓમાં અને હવે ગામડાઓમાં પણ લગાતાર અપરાધો વધી રહ્યા છે.જેને લઇને હવે જિલ્લાનું પોલીસ તંત્ર પણ હલચલમાં આવી ગયું છે.માંડવીમાં એક આઠ વર્ષની ફૂલ જેવી બાળકી ઉપર દુષ્કર્મનો માનવ બનતા સમગ્ર માંડવી પંથકમાં ઘટના વાયુ વેગે પ્રસરી જવા પામી હતી અને આખા માંડવી પંથકમાં ચકચાર મચી જવા પામી હતી
માંડવી પંથકમાં ઘટના વાયુ વેગે પ્રસરી જવા પામી હતી અને આખા માંડવી પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. તાલુકાના એક ગામમાં (village) 8 વર્ષની બાળકી (Baby girl) ઉપર તેના જ (At home) 21 વર્ષના યુવાને દુષ્કર્મ કર્યું હતું. . આ બાબતે દાદીએ ઘરના સભ્યોને વાત કરતાં બાળકીની પૂછપરછ બાદ માતાએ પોલીસ ફરિયાદ નોંધાવતાં ચકચાર મચી ગઈ હતી.
- માતા-પિતા મજૂરીએ જતાં બાળકી ઘરમાં એકલી જ હતી, નિકુંજ ચૌધરીએ ઘરમાં ઘૂસી કુકર્મ આચર્યુ
- બાળકીની દાદી આવી પહોંચતાં આરોપીનો ભાંડો ફૂટ્યો
બસકી ધોરણ-4માં અભ્યાસ કરતી હતી
માંડવી તાલુકાના એક ગામમાં ધોરણ-4માં અભ્યાસ કરતી 8 વર્ષની બાળકી સાથે આરોપી મે વેકેશનનો એકલતાનો લાભ લઈ અનેકવાર અડપલાં કરી શારીરિક સંબંધ બાંધતો હતો. પરંતુ બાળકી ડરના કારણે પરિવાર સભ્યોને કહી શકતી ન હતી. તા.31 જુલાઈએ રજાના દિવસે બાળકીનાં માતા-પિતા ખેતરમાં મજૂરીકામ અર્થે ગયાં હતાં. અને બાળકી રવિવારે એકલી હતી.
નરાધમ યુવકે એકલતાનો લાભ ઉઠાવ્યો
દરમિયાન રખસખડી ગામના નિશાળ ફળિયામાં રહેતા નિકુંજ ઉર્ફે ભલો જાગેશ ચૌધરી (ઉં.વ.21)એ એકલતાનો લાભ લઈ 8 બાળકીના જ ઘરમાં શારીરિક સંબંધ બાંધ્યા હતા. તે સમયે બાળકીની દાદી અચાનક આવી પહોંચતાં આરોપીને જોતાં બાળકીની પૂછપરછ કરતાં બે વખત શારીરિક સંબંધ બાંધ્યા હોવાનું જણાવ્યું હતું. આ અંગે પરિવારના સભ્યોએ માંડવી પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં પીઆઈ હેમંત પટેલે બળાત્કારનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.