Vadodara

8 લાખ ચો.ફૂટ જગ્યા પર તૈયાર મકાનોથી બિલ્ડરો ૩૨ કરોડ કમાશે

વડોદરા : રો મટીરીયલના ભાવ વધારાને કારણે ગુજરાત ક્રેડાઇ દ્વારા મકાનોનો વેચાણમાં લગભગ 10 ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે જેના પરિણામે મકાનો ખૂબ જ મોંઘા બનશે પરંતુ પ્રતિ ચોરસ ફુટ 400 થી 500 રૂપિયાનો ભાવ વધારો ક્યાંકને ક્યાંક બિલ્ડરો માટે ફાયદારૂપ સાબિત થશે વડોદરા શહેરમાં અંદાજે 8 લાખ ચોરસ ફૂટમાં લગભગ 700 મકાનો બનીને વેચાયા વગર પડી રહ્યા છે જેમાં પણ ભાવ વધે તો બિલ્ડરોને   અંદાજે 32 કરોડની કમાણી થશે જ્યારે ગ્રાહકોને 32 કરોડ વધુ ચૂકવવા પડશે એટલે બોજ માત્ર ગ્રાહકોના શિરે જ રહેશે. મંગળવારે ગુજરાત ક્રેડાઇની બોર્ડ મિટીંગ મળી હતી જેમાં રો મટીરીયલ ના વધતા ભાવ અંગે ચિંતા વ્યક્ત કરી મકાનો પર 400 થી 500 રૂપિયા પ્રતિ ચોરસ ફુટે ભાવ વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો જેના પરિણામ સ્વરૂપે વડોદરામાં પણ મકાનોની ખરીદી  2 એપ્રિલ બાદ મોંઘી થઈ જશે 2 એપ્રિલ પછી અંદાજે 10 ટકા જેટલા ભાવ વધારાનો બોજ  મકાન ખરીદવા ગ્રાહકો પર પડશે જોકે વડોદરા શહેરમાં અંદાજે 8 લાખ ચોરસ ફુટ જગ્યા પર લગભગ 700 થી વધુ યુનિટો બનીને તૈયાર છે.

આ મકાનોમાં પણ ભાવ વધારો લાગુ કરવામાં આવે તો વડોદરાના બિલ્ડરોને લગભગ 32 કરોડ રૂપિયાની કમાણી કમાણી થઈ થશે એટલે બિલ્ડરો માટે ફાયદાનો સૌદો રહેશે સામાન્ય રીતે વડોદરામાં પ્રતિ ચોરસ ફૂટ મકાનની કિંમત 4 હજારની આસપાસ ગણવામાં આવે છે ત્યારે 8 લાખ ચોરસ ફૂટ પર બનીને તૈયાર મકાનોની કિંમત 320 કરોડ થાય હવે આજ મકાનો પર 10% નો ભાવ વધારો લાગુ થાય તો પ્રતિ ચોરસ ફુટે 400 થી 500 રૂપિયા વધારવામાં આવે એટલે ગ્રાહકો માથે 32 કરોડનો બોજ પડશે એટલે કે મકાન ખરીદનાર ગ્રાહકોને સરવાળે 32 કરોડ વધુ ચુકવવા પડશે આમ 2જી એપ્રિલથી મકાનમાં ભાવ વધારાને કારણે મકાનો પણ અંદાજે 5 થી 15 લાખ જેટલા મોંઘા થશે એટલે મધ્યમ વર્ગ માટે સસ્તુ મકાન ખરીદવું વધુ મુશ્કેલ બની રહેશે ઉલ્લેખનીય છે વડોદરા શહેરમાં ચાલતી કેટલીક સ્કિમો માં મકાનોના ભાવ વધુ હોવાને કારણે લેનાર મળતા નથી પરિણામે આ સ્કીમોના મકાનો બનીને પડી રહ્યા છે ત્યારે આવનાર દિવસોમાં ભાવ વધારાથી બિલ્ડરો દ્વારા બનાવેલા મકાનોના વેચાણ પણ ઘટાડો થવાની શક્યતાને નકારી શકાતી નથી.

બિલ્ડર ઝાલા ભરવાડનો વિરોધી સૂર, બિલ્ડર ભાવ વધારશે તો કાયદેસરની કાર્યવાહી કરીશ
વડોદરા ક્રેડાઇ દ્વારા મકાનના ભાવમાં 400થી500 રૂપિયાના વધારાની જાહેરાત સામે વડોદરાના બિલ્ડર અગ્રણી ઝાલા ભરવાડે વિરોધ વ્યક્ત કર્યો છે ઝાલા ભરવાડ જણાવ્યું હતું કે ભાવ વધારાનો નિર્ણય આમ પ્રજા પર બોજ નાખવા સમાન છે રો મટીરીયલમા માત્ર સિમેન્ટ અને સ્ટીલના ભાવ વધ્યા છે રેતી કપચીના ભાવ વધ્યા નથી ત્યારે બિલ્ડરોએ ભેગા થઈ બે મહિના કામ બંધ રાખી મટીરીયલ ન ખરીદવું જોઈએ એટલે આડેધડ ભાવ વધારતી કંપનીઓને નાછૂટકે ભાવ ઘટાડવા પડશે જેનો સીધો ફાયદો બિલ્ડરો અને ગ્રાહકો બંનેને થશે 35 થી 40 હજાર રૂપિયા કમાતા સામાન્ય માણસ માટે આ ભાવ વધારો આકરો સાબિત થશે ત્યારે બિલ્ડરે પણ કેટલીક કરકસર કરી ભાવ વધારો લાગુ ન કરવો જોઈએ તેવી અપીલ પણ ઝાલા ભરવાડે કરી હતી સાથે જ બની ગયેલા મકાનો પર આ ભાવ વધારો લાગુ કરવામાં આવશે અને આ અંગે મને કોઈ ફરિયાદ કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરીશ તેમજ બિલ્ડર વિરુદ્ધ કોર્ટમાં PIL દાખલ કરતા પણ ખાચકાઈશ નહિ તેવી ચીમકી ઉચ્ચારી હતી ઝાલા ભરવાડે તેમનો નંબર 98250 14671 જાહેર કરી બિલ્ડરોની મનમાની સામે લોકોને ફરિયાદ કરવા અનુરોધ કર્યો હતો.

મકાનના વેચાણ પર અસર થશે, 20 થી 25 હજારના EMI થી મકાન ખરીદવું મુશ્કેલ બનશે
ક્રેડાઇ દ્વારા ભાવ વધારાને કારણે મકાનો ના વેચાણ પર પણ તેની સીધી અસર થઈ શકે છે મકાનોના ભાવ માં 10 ટકાનો વધારો મધ્યમ વર્ગના લોકોને પોસાય તેમ નથી આમ પણ વડોદરા શહેરની હદમાં મકાનના ભાવ પ્રતિ સ્ક્વેર ફૂટ માટે 4 થી 5 હજાર છે જેમાં 10% ટકાનો વધારો કરવામાં આવે તો એ મકાનોની કિંમત અનેકગણી વધી જાય જાય છે પરિણામે 20 થી 25 હજારના EMI થી મકાન ખરીદવા ઇચ્છતા લોકો માટે મકાનનું સપનું હવે કદાચ સ્વપ્ન જ બની રહે તેમ લાગી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, વડોદરા સહિત તાલુકા વિસ્તારોમાં અનેક પ્રોજેક્ટો કાર્યરત છે જેમાં મોટી સંખ્યામાં મકાનો નિર્માણ થઈ રહ્યા છે. જેના ભાવ પણ વિસ્તાર મુજબ જુદા જુદા છે. ત્યારે વડોદરા બહાર તાલુકા વિસ્તારમાં સસ્તુ મકાનની આશાએ જતાં લોકોને પણ ભાવ વધારાને કારણે મકાન મોંઘુ મળશે.

Most Popular

To Top