હાલમાં પ્રા. શાળા, મા. શાળા વગેરે શિક્ષણ સંસ્થામાં ઉનાળાનું વેકેશન ચાલી રહ્યું છે. નાના મોટા બાળકોને માટે ખાસ વાચનોત્સવમાં વાર્તા વાચન, વાર્તા કથન, વાર્તા લેખન, વર્કશોપ, પુસ્તક વિશ્વમાં પખવાડિયું જેવી પ્રવૃત્તિઓ તથા બાળકોમાં સારા સંસ્કાર મળે અને તેમનામાં દેશ ભકિત જાગે એ માટે સારી ફિલ્મો પણ બતાવવામાં આવે છે. આ બધી પ્રવૃત્તિઓ ચોથી જુન સુધી ચાલશે. બાળકોમાં બુધ્ધિ, તર્ક, કલ્પના વિકસે એ માટેની રમતો પણ રમાડવામાં આવે છે. ઉનાળામાં બાળકો ગરમીના વાતાવરણમાં આમતેમ રખડે કે ક્રિકેટ રમે એનાં કરતા આવી પ્રવૃત્તિઓ બાળકોને માટે ખુબ ફાયદાકારક છે. આ પ્રવૃત્તિઓનું સંચાલન શ્રી સયાજી વૈભવ પુસ્તકાલયના કર્મચારીઓ જ કરે છે. આ પુસ્તકાલયની પ્રવૃત્તિઓ ખરેખર અનુકરણીય છે. આ પુસ્તકાલય એ નવસારીનું ઘરેણું છે. સ્વ. મહાદેવભાઇ દેસાઇ દ્વારા આ પુસ્તકાલયે રાજયઅ ન રાષ્ટ્ર કક્ષા સુધી પ્રવૃત્તિ કરી છે. આ પુસ્તકાલયને જુદા જુદા મહાનુભાવો તરફથી ગ્રંથતીર્થ, ગુજરાતનું એથેન્સ, વાચન વિદ્યાપીઠ, ગુજરાતનું વાચન પાટનગર જેવા વિશેષણો મળ્યા છે. પુસ્તક પ્રેમી નવસારી કહ્યું છે જે યથાયોગ્ય જ છે.
નવસારી – મહેશ નાયક – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
શ્રી સમાજી વૈભવ પુસ્તકાલયમાં વાચનોત્સવ
By
Posted on