ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક હોવાથી સરકારી તંત્રો દ્વારા નાના શહેરોમાં વિકાસ કામોનો રાફોડો ફાટ્યો છે. ઠેર-ઠેર પ્રજાને ખુશ કરવા માટે RCC સ્ટ્રક્ચરો ઊભા કરવાની હોડ જામી છે. પરંતુ RCC યાને સિમેન્ટ ક્રોકિંટના જંગલો પ્રકૃતિથી વિરૂધ્ધ છે. વિશ્વભરમાં વધેલા RCC જંગલોને કારણે પર્યાવરણ ઉપર ભયાનક માઠી અસર થઇ રહી છે. વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગનુ઼ એકકારણ દુનિયામાં પથરાઇ રહેલા RCC ના બાંધકામો પણ છે. RCC બાંધકામો સૂર્યની ગરમી વધુ માત્રામાં શોખે છે. (એબ્સોર્બસ) અને પછી ગરમી લાંબો સમય સુધી છોડે છે. RCC બાંધકામને ઠંડુ પડતા કલાકો લાગે છે. આપણે પહેલા માટીના કે ખપાટિયાના ઘરોમા રહેતા હતા.
જે ભર ઉનાળામાં યે ઠંડક આપતા હતા. આજે RCC ના ઘરો વધુ ધગધગે છે અને રાત્રે AC વગર સૂઇ શકાતું નથી. આજે શહેરોમાં આધુનિકરણના નામે RCCના રસ્તા બનાવવાનો ટ્રેન્ડ ચાલુ થયો છે. નાની નાની ગલી કે શેરીઓ પણ RCCની બનાવાઇ રહી છે જે 6 ઇંચનો RCC સ્લેબ ભરી બનાવાય છે તે ગરમ વધુ થાય છે અને રાત્રે ઠંડી થતા વાર લાગે છે તે વાતવરણને ધખ ધખાવે છે. ચોમાસામા આ રોડને કારણે જમીનમાં પાણી ઉતરતુ઼ નથી તેથી નદી કૂવાના તળ નીચા જશે તેથી યે ગરમીમા વધારો થશે ઠેર ઠેર સીમેન્ટ કોક્રીંટના કારણે પ્રકૃતિ ખોરવાય છે એ સમજવું જરૂરી છે. પ્રકૃતિ નિષ્ણાતો શાસકોને જરૂરી બાબત સમજાવે તો જ RCC રોડથી થતો અનર્થ રોકી શકાશે. RCC રોડ રસ્તા બનાવતા પહેલા એના ગરફાયદા જાણી લેજો.
સુરત – જીતેન્દ્ર પાનવાલા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.