Vadodara

કપુરાઈ, સોમા તળાવ અને લાલબાગ બ્રિજ નીચે કાચા પાકા ઝુપડાં દૂર કરાયાં

વડોદરા: વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ગેરકાયદેસર બાંધકામ કરવા કરાયેલા દબાણો દૂર કરાયા હતા. કપુરાઈ પાસે ગેરકાયદે કંપાઉન્ડ વોલ તોડી નાખી હતી. માજલપુર સન સિટી ખાતે ગોપાલકો દ્વારા કબજે કરાયેલું બાગ બગીચો ખુલ્લો કરવામાં આવ્યો અને લાલબાગ બ્રિજ નીચે વરસાદી કાશ ઉપર બનેલા ૫૦થી ૬૦ જેટલા કાચા પાકા ઝૂંપડાઓ દબાણો દૂર કરવામાં આવ્યા હતા.

શહેરના કપુરાઈ પાસે ટીપી પર નવ મીટરનો રસ્તો છે એ વિસ્તારમાં આવેલી ધનલક્ષ્મી અને ગીતાંજલી સોસાયટી ની આસપાસના રહીશોએ ત્રણ મકાન ની અલગ અલગ ત્રણ કમ્પાઉન્ડ વોલ ગેરકાયદેસર બનાવી હતી જે કોર્પોરેશન ની હદમાં દબાણ કર્યું હતું.

આજે મહાનગરપાલિકા ની દબાણ શાખા ની ટીમ પાણીગેટ પોલીસ મથકનો બંદોબસ્ત ફાયરબ્રિગેડનો સ્ટાફ તથા ગેસ ઓફિસના સ્ટાફને સાથે રાખી ને જેસીબી મશીનથી ત્રણે કમ્પાઉન્ડ વોલ તોડી નાખી હતી. આ દબાણ દૂર કર્યું હતું. સોમા તળાવ બ્રિજ નીચે રોડના દબાણ પર નોનવેજ લારીઓનું દબાણ કરવામાં આવેલ હતું આજે પાલિકા નું દબાણ શાખા ટીમે પોલીસ સાથે રાખી હતી અને એક ટ્રક જેટલી સમાન કબજે કરવામાં આવ્યો હતો.

માજલપુર વિસ્તારમાં સન સિટી ખાતે ગોપાલકો દ્વારા ગેરકાયદેસર બાગિચો કબજે કરવામાં આવ્યો હતો જેમાં ગાયોને રાખવામાં આવતી હતી આજે પાલિકાની દબાણ શાખા ટીમ માંજલપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ, પાર્ક ગાર્ડન અધિકારીઓ દ્વારા ગેરકાયદેસર કબજે કરવામાં આવેલું દબાણ દૂર કરીને બગીચો નાગરિકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

શહેરના કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ની પાછળ મશિયા કાશ  પાલિકા દ્વારા સાફ-સફાઈ કરવામાં આવી રહી છે જેને લઈને આજે લાલબાગ બ્રિજ નીચે વરસાદી કાશ ઉપર બનાવવામાં આવેલા ૫૦ થી ૬૦ જેટલા કાચા પાકા ઝૂંપડાઓ ના દબાણો દૂર કરીને કાશની ઉપર કરાયેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા જેથી વરસાદી કાશ ખુલ્લી કરવાથી પાણી ભરાય નહીં અને પાણી સરળતાથી નીકળી જાય છે.

Most Popular

To Top