Vadodara

વડસર ઈન્દિરા વસાહતના કાચા પાકા મકાનો હટાવાયા

વડોદરા: બુલેટ ટ્રેન પ્રોજેકટને લઈ વડોદરાના વડસર ખાતે ઈન્દિરા નગર વસાહતના કાચા પાકા મકાનોના ડીમોલેશનની કામગીરી નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા મામલતદાર અને માંજલપુર પોલીસના બંદોબસ્ત સાથે રાખીને કરવામાં આવી હતી.જ્યાં કેટલાક લોકોએ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી. નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ને લઈને જમીન સંપાદનની કામગીરી ચાલી રહી છે. રાજ્ય સરકારના ડ્રીમ પ્રોજેક્ટ એવા બુલેટ ટ્રેન પ્રોજેકટને જલ્દીમાં જલ્દી પાર પાડવા કામગીરીને વેગવંતી બનાવવામાં આવી છે.

ત્યારે મંગળવારે વડોદરા શહેરના વડસર વિસ્તારમાં આવેલ ઇન્દિરા નગર વસાહતના 34 મકાનો પૈકી પાંચ મકાનો જેઓને અગાઉ નોટિસ પાઠવી અને વળતર લઈ જવા જાણ કરી હોવા છતાં પણ અન્ય સ્થળે નહીં ખસતા તેમજ વળતર લેવા નહીં આવતા નાછૂટકે તંત્ર દ્વારા માંજલપુર પોલીસને સાથે રાખીને મકાનોને તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ અંગે અધિકારીએ જણાવ્યું હતું કે મોજે વડસર સર્વે નંબર 365 એમાં ઇન્દિરા નગર વસાહત આવેલી છે.હાલ નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશનમાં આ જમીન સંપાદનમાં આવે છે.આ લોકોને મકાનો ખાલી કરવા માટે અગાઉ પાંચ થી સાત નોટિસો પાઠવી છે.

વળતર લઈ જવા પણ જાણ કરવામાં આવી છે.તેમ છતાં કેટલાક ખસ્યા છે.પરંતુ 5 થી 6 મકાનધારકો વળતર લેવા નહીં આવતા તથા અન્યત્ર ખસતા ન હતા અને નોટિસો સ્વીકારતા ન હતા.જેથી રેલવે તંત્ર એ પોલીસ બંદોબસ્ત માંગ્યો હતો. પોલીસ બંદોબસ્ત મળતા 34 મકાનોમાંથી જે પાંચ મકાનોના લોકો હટતા ન હતા.તે મકાનોની આજે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે .

Most Popular

To Top