જામનગર: ભારતીય ક્રિકેટર (Indian Cricketer) રવિન્દ્ર જાડેજાનો (Ravindra Jadeja) એક વીડિયો (Video) હાલ ખૂબ ચર્ચામાં છે. રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા (Ravindra Jadeja Wife Rivaba) ભાજપ (BJP) પક્ષમાંથી ચૂંટણી (Election) લડી રહ્યાં છે, ત્યારે રવિન્દ્ર રવિન્દ્ર જાડેજાએ સોશિયલ મીડિયામાં (Social Media) એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોએ રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં ખાસ્સી ચર્ચા જગાવી છે.
- રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા આજે જામનગરમાં ઉમેદવારી ફોર્મ ભરશે
- રીવાબાને ભાજપે જામનગર ઉત્તર બેઠક પરથી ટીકિટ આપી છે
- રવિન્દ્ર જાડેજાએ સોશિયલ મીડિયાના માધ્યમથી પત્નીને જીતાડવા જામનગરની જનતાને કરી અપીલ
આ વખતે જામનગરની બેઠક પર ગુજરાત વિધાનસભાનો ચૂંટણી (Gujarat Assembly Election) જંગ રસપ્રદ બન્યો છે. અહીં જામનગર ઉત્તરની બેઠક પરથી ભાજપે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબાને ટિકીટ આપી ચૂંટણી જંગમાં મેદાને ઉતાર્યા છે. રીવાબા સોમવારે ઉમેદવારી ફોર્મ ભરવા જવાના હોય રવિન્દ્ર જાડેજાએ એક દિવસ પહેલાં ટ્વીટર પર એક વીડિયો પોસ્ટ કરી જામનગરની (Jamnagar) જનતાને અપીલ કરી હતી. રવિન્દ્ર જાડેજાએ ઉમેદવારી ફોર્મ ભરવા માટે રીવાબા જોડે મોટી સંખ્યામાં જાહેર જનતાને જોડાવા અપીલ કરી હતી તેમજ રીવાબાને જંગી લીડથી જીતાડવા પણ અપીલ કરી હતી.
જામનગર ના મારા તમામ મિત્રો ને મારુ દીલ થી આમંત્રણ છે. જય માતાજી🙏🏻 pic.twitter.com/olZxvYVr3t
— Ravindrasinh jadeja (@imjadeja) November 13, 2022
રવિન્દ્ર જાડેજાએ પોતાના વીડિયોમાં જામનગરની જનતાને અપીલ કરતા કહ્યું કે, મારા વ્હાલા જામનગરવાસીઓ અને તમામ ક્રિકેટ ચાહકો. તમે સૌ જાણો છો કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી અહીં T20 ક્રિકેટની જેમ ઝડપથી આગળ વધી રહી છે. ભાજપ પક્ષે મારી પત્ની રીવાબાને ઉમેદવાર બનાવ્યા છે. મારા પત્ની રીવાબા તા. 1 નવેમ્બરે ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યં છે. તેથી વિજયી વાતાવરણ બનાવવાની જવાબદારી આપ સૌ ની છે. તો ચાલો સવારે મળીએ.
રીવાબાનું ડેબ્યુ છે: રવિન્દ્ર જાડેજા
આજે સોમવારે જામનગર ઉત્તર બેઠક પરથી ભાજપના ઉમેદવાર રીવાબા જાડેજાએ ફોર્મ ભર્યું હતું. આજે 78 ઉત્તર અને 79 દક્ષિણ વિધાનસભા મધ્યસ્થ ચૂંટણીના કાર્યાલયનું ઉદ્દઘાટન પણ કરાયું હતું. આ પ્રસંગે રવિન્દ્ર જાડેજાએ કહ્યું, રાજકીય મેચમાં રીવાબાએ ડેબ્યુ કર્યું છે. હજુ તો શરૂઆત છે. તેણે ઘણું કરવાનું છે. આશા રાખું છે કે તે પ્રગતિ કરે. રવિન્દ્ર જાડેજાએ કહ્યું, હું સેલિબ્રિટી છું. પણ રીવાબા સામાન્ય માણસ છે. હું ઇચ્છુ છું કે પાર્ટીના મોટા નેતાઓ, વડીલો પાસેથી રીવાબા શીખે. પ્રચાર માટે હું ટીમના મિત્રોને ફોન કરીશ એમ પણ રવિન્દ્ર જાડેજાએ કહ્યું હતું.
તમને જણાવી દઈએ કે રવિન્દ્ર જાડેજા ઘૂંટણની ઈજાના લીધે ઓસ્ટ્રેલિયા (Australia) ખાતે રમાયેલા ટી-20 વર્લ્ડકપ 2022માં (T20WorldCup2022) રમી શક્યો નહોતો. એશિયા કપ દરમિયાન રવિન્દ્ર જાડેજાને ઇજા થઈ હતી. ત્યાર બાદ જાડેજાના ઘૂંટણની સર્જરી કરવામાંઆવી હતી. હવે રવિન્દ્ર જાડેજાને બાંગ્લાદેશ સામેની વન ડે અને ટેસ્ટ શ્રેણી માટે ટીમમાં સામેલ કરાયો છે. પરંતુ ફિટનેસ ટેસ્ટ પાસ કર્યા બાદ જ તે ટીમ સાથે જોડાઈ શકશે.