ગાંધીનગર: કેન્દ્રિય ગૃહ મંત્રી અમીત શાહ આગામી તા.20 અને 21મી જુને અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે તેઓની હાજરીમાં અમદાવાદની ભગવાન જગન્નાથજીની રથયાત્રા અંગે આખરી નિર્ણય લેવાશે
અમીત શાહ વૃક્ષારોપણ અને રસીકરણના કાર્યક્રમમમાં વર્ચ્યુઅલ હાજરી આપશે. જેમાં ગાંધીનગરમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ યોજાનાર છે. આ ઉપરાંત શાહ અમદાવાદમાં જમાલપુરમા જગન્નાથજી મંદિરે દર્શન કરવા જશે. અમીત શાહ દર વર્ષે અષાઢી બીજે ભગવાન જગન્નાથજી મંદિરે મંગળા આરતીમાં હાજરી આપે છે.
અગાઉ સીએમ વિજય રૂપાણીએ કહ્યું હતું કે રથયાત્રા અંગે સ્થિતિની સમીક્ષા કરીને યોગ્ય નિર્ણય લેવાશે, તે પછી પોતાના જન્મ દિને ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ જગન્નાથજી મંદિરે દર્શન કરવા ગયા હતા, તે દરમ્યાન તેમણે કહ્યું હતું કે કોરોનાની પરિસ્થિતિની સમીક્ષા કરીને રથયાત્રા યોજવા અંગે આખરી નિર્ણય લેવાશે. જો કે ગત વર્ષે મંદિર પરિસરમાં જ ત્રણ રથ ફર્યા હતા. રથયાત્રા યોજવામાં આવી નહતી.