દાહોદ: માર્ચ 2020 થી શરૂ થયેલ કોરોના કહેર પછી થી સંપૂર્ણ અને આંશિક લોકડાઉન માં અનેક લોકો અનેક મુશ્કેલીઓ નો સામનો કરી રહ્યા છે તો લોકો આર્થિક મુશ્કેલી નો પણ સામનો કરવો પડ્યો સાથે જ ઘર માં રહી ને સેમય કેવી રીતે પસાર કરવો આવી અનેક મૂંઝવણો વચ્ચે લોકો એ સમય પસાર કર્યો ત્યારે આવા સમય નો ઉપયોગ કરી ને દેવગઢબારિયા ના ચિત્રકાર કેતનસિંહ ચૌહાણે પોતાના શોખ પ્રમાણે રંગ, પીછી અને કેનવાસ ના સહારે અદભૂત ચિત્રો નું સર્જન કર્યું દાહોદ જિલ્લા નું પ્રખ્યાત રીંછ અભ્યારણ્ય “ રતનમહાલ “ કે જ્યાં કુદરતી સૌદર્ય નો અદ્ભુત નઝારો જોવા મળે છે ચોમાસા દરમિયાન રતનમહાલ ના ડુંગરો માં અનેક ધોધ નો આનદ લેવા મોટી સંખ્યા માં સહેલાણીઓ આવતા હોય છે ગીચ જંગલ વિસ્તાર માં તમામ પ્રકાર ના જાનવરો પણ અહી વસવાટ કરે છે ત્યારે કેતનસિંહે રતનમહાલ લેન્ડસ્કેપ ના 500 જેટલા ચિત્રો નું સર્જન કર્યું છે.
આણંદની ઇકોવાલા સંતરામ કોલેજ ઓફ ફાઈન આર્ટ્સ માં અભ્યાસ કરી તે જ કોલેજ માં પ્રાધ્યાપક તરીકે ત્રણ વર્ષ સુધી કળા પ્રેમી વિધ્યાર્થી ઑ ને તાલીમ આપી હાલ દેવગઢબારિયા માં રહી એનજીઓ સાથે સંકળાઇ લોકસેવ ના કામો ની સાથે ઓર્ગેનિક ખેતી કરે છે તો સાથે જ નાનપણ થી રહેલ પેઇન્ટિંગ ના શોખ ને લઈ ને નવરાશ ની પળો માં દાહોદ જિલ્લા ની પ્રકૃતિ રંગ અને પીછી વડે કેનવાસ ઉપર કંડારે છે કેતનસિંહના અનેક ચિત્રો દેવગઢબારિયા, સંતરામપુર, જાંબુઘોડા સહિત ના કલાપ્રેમી રાજવી પરિવારો એ ઊંચી કિમત માં ચિત્રો ખરીદી ને રાજમહલ માં રાખી મહેલો ની શોભા વધારી છે. નવરાશ ના સમયમાં કેતનસિંહે રતનમહાલ અભ્યારણ્ય સ્થિત નળધા, જલધારા ધોધ, પીપરગોટા, પાનમ, અલિન્દ્રા, ભૂવેરો, ઉડલમહુડા,સનસેટ પોઈન્ટ, કંજેટા જેવા સ્થળો એ જઈ કેનવાસ ઉપર 500 જેટલા લાઈવ ચિત્રો નું સર્જન કર્યું છે. લેન્ડસ્કેપ સીરિઝ પેઇન્ટિંગ કરી રતનમહાલ સીરિઝ ના 500 ચિત્રો તૈયાર કર્યા છે.