National

તાજ હોટલના કર્મચારીની આ હરકતથી રતન તાતા ખુશીથી ઝૂમી ઉઠ્યા

દેશના પ્રમુખ ઉદ્યોગપતિ રતન તાતા (Ratan Tata)ચોમાસાના (Monsoon) ભારે વરસાદના દિવસોમાં એક તસવીર જોઈને ઝૂમી ઉઠ્યા છે. તાજ હોટલના એક કર્મચારીની આ તસવીરથી રતન તાતા એટલા ખુશ થઈ ગયા કે તેઓએ સોશિયલ મીડિયા (Social Media) પર પોસ્ટ મુકી દીધી, જેમાં લખ્યું છે કે આ તસવીરે મારો દિવસ બનાવી દીધો છે. રતન તાતાએ પોસ્ટ મૂક્યા બાદ આ તસવીર સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે.

ધોધમાર (Heavy rain) વરસાદ લોકો માટે મુશ્કેલી લઈને પણ આવે છે. ચારેતરફ જળબંબાકારની સ્થિતિ ઉભી થાય છે, જેના લીધે સામાન્ય પ્રજાની સાથે સાથે અબોલ પશુઓની હાલત પણ બહુ કફોડી બની જતી હોય છે. આવા સમયે આપણા તરફથી કરવામાં આવતો નાનો પ્રયાસ અથવા દયાભાવ આવા પ્રાણીઓ માટે મોટી રાહત સાબિત થઈ શકે છે. આવું જ એક ઉદાહરણ મુંબઈની તાજ હોટલ (Taj Hotel Mumbai)ના કર્મચારીએ પૂરું પાડ્યું છે. મુંબઈમાં ભારે વરસાદ પડી રહ્યો હતો ત્યારે આ કર્મચારીઓ એવું કામ કર્યું હતું કે, ટાટા ગ્રુપના ચેરમેન રતન ટાટાનું પણ તેના તરફ ધ્યાન ગયું હતું.

વાત એમ છે કે રતન ટાટાએ શુક્રવારે સોશિયલ મીડિયા (Social Media) પર એક તસવીર શેર કરી છે. આ તસવીરમાં મુંબઈની તાજ હોટલનો એક કર્મચારી રખડતા શ્વાનને વરસાદથી બચાવવા માટે છત્રી લઈને ઊભો છે. કર્મચારીના આ દયાભાવે ટાટા ગ્રુપ (TATA group)ના ચેરમેન રતન ટાટા (Ratan Tata)નું દીલ જીતી લીધું હતું. આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.
રતન ટાટાએ શું કહ્યું?

“આ ચોમાસા દરમિયાન જેમનું કોઈ ન હોય તેવા લોકો સાથે આરામ વહેંચવો.”

Ratan Tata

આ તસવીરને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરતા રતન ટાટાએ લખ્યું છે કે, “આ ચોમાસા દરમિયાન જેમનું કોઈ ન હોય તેવા લોકો સાથે આરામ વહેંચવો. તાજનો આ કર્મચારી ખૂબ જ દયાળું છે. તેણે પોતાની છત્રી રખડતા શ્વાન માટે શેર કરી છે, જ્યારે વરસાદ ખૂબ વધારે હતો. મુંબઈની ભાગદોડ વચ્ચે હૃદયને સ્પર્શી જતી એક ક્ષણ. આ પ્રકારનો ભાવ રખડતા પશુઓ માટે ખૂબ મદદરૂપ સાબિત થઈ શકે છે.”

રતન ટાટાની આ પોસ્ટ પર તેમના અનેક ફોલોઅર્સ કૉમેન્ટ કરી રહ્યા છે. લોકો તાજના કર્મચારીને ખૂબ જ માયાળું ગણાવી રહ્યા છે. એક યૂઝરે પોસ્ટ કૉમેન્ટ કરીને લખ્યું છે કે, “સર, તાજનો આ કર્મચારી પોતાના દયાભાવ માટે પગાર વધારા અથવા કંઈક ખાસ મેળવવાનો હકદાર છે.

Most Popular

To Top