Vadodara

રસુલાબાદ SBI બેન્ક મેનેજર અને એજન્ટદંપતીની મીલીભગત : અનેક ફરિયાદો થઈ

વડોદરા: વડોદરા જિલ્લાના રસુલાબાદ, સાવલી અને મંજૂસર એસબીઆઇ બેન્કમાંથી મકાનના લોન અપાવવાના નામે ભેજાબાજોએ કરોડો રૂપિયાના બારોબાર ચાઉં કરી નાખ્યા છે.પરંતુ એજન્ટો મકાન માલિકના ખાતામાં નાખ્યા વિના સીધા તેમના ખાતામાં ટ્રાન્સફર કરાવી કૌભાંડ આરવામાં આવ્યું છે. બેન્કના મેનેજર અ્ને વચેટીયાઓની સાંઠગાંઠથી આ કૌભાંક ચાલી રહ્યું છે. જેમા દરેક લોન પાછલ મેનેજરોને કમિશન અપી દેવાતું હોય છે. જેથી લોન પાસ કરી દેવાય છે અને તેના રૂપિયા પણ સગેવગે થઇ જતા હોય છે.મોટાભાગે સરકારી કચેરીઓના વર્ગ-4ના કર્મચારીઓને શિકાર બનાવાવમાં આવતા હોય છે તેઓ બેન્કનું જ્ઞાન વધુ ન હોવાથી તેમની સાથે છેતરપિંડી કરાતી હોય છે.

કાલુપુરા વિસ્તારમાં રહેતા રિક્ષા ચાલકને દંપતીએ પોતાને કોન્ટ્રાકટર બતાવ્યા હતા ત્યારબાદ મકાનના દસ્તાવેજ તથા ફોટા તેમની પાસેથી લઇને બેન્કમાંથી 12 લાખની લોનની રકમ લઇને પત્નીના ખાતામાં નાખી છેતરપિંડી આચરી હતી. બેન્કના મેનેજરે હપ્તા નહી ભરાતા હોવાથી રિક્ષા ચાલકને ફોન કરતા સમગ્ર કૌભાંડનો ભાંડો ફૂટ્યો છે. શહેરના કાલુપુરા લીગાયતના ખાચામાં રહેતા મનિષ જગન્નાથભાઇ પવાર રિક્ષા ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓ રિક્ષાના જુદા જુદા વિસ્તારમાં ફેરા મારતા હોવાથી તેમની રીક્ષામાં અવાર નવાર નરેન્દ્ર સાવંત (રહે.વારસીયા )મુસાફરી કરતા હતા જેથી બંને ચર્ચા થતા તેણે પોતે કોન્ટ્રાક્ટર હોવાની ઓળખ આપી હતી.

જેથી મનિષ પવારે તેમના મકાનના રિનોવેશન કરાવવા માટેની વાત વચેટિયા સાવતને કરતા તેણે મકાનન બતાવવા કહ્યું હતું. તેને મકાન બતાવતા ઠગ એજન્ટે પોતાની સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા રસુલાબાદ શાખામાં પોતાની સારી ઓળખાણ હોવાનું જણાવતા તેને મકાનના દસ્તાવેજના સહિતના પુરાવા આપ્યા હતા. થોડા સમય બાદ તેઓએ સાવંતને ફોન કરી મકાનના રિનોવેશન માટે પૂછતા તેણે જણાવ્યુંહતું તમારી ફાઇલ બેન્કમાં પાસ થઇ ગઇ છે અને ટૂક સમયમાં લોન પાસ થઇ જશે અને રિનોવેશનની કામગીરી શરૂ થશે.

થોડા સમયબાદ થોડા મજૂરોને લઇને મકાન પર આવ્યા હતા અને કામ શરૂ કર્યું હતું. પરંતુ અચાનક કામગીરી બંધ કરી દેતા મકાન માલિકે કામ કેમ બંધ કર્યું છે તેમ પૂછવા ફોન પર સંપર્ક કર્યો હતો પરંતુ કોઇ ઉત્તર આપતો ન હતો જેથી તેઓના ઘરે પણ ગયા હતા ત્યાં પણ તે મળતો હતો. થોડા સમય બાદ રસુલાબાદની એસબીઆઇ બેન્કના મેનેજર ફોન કરી જણાવ્યું હતું તમારા મકાનની રિનોવેશનના લોનના હપત્ ભરપાઇ થતા નથી જેથી તેઓએ જણાવ્યું હતું કે અમારા કોન્ટ્રા્ક્ટર દંપતી નરેન્દ્ર સાવંત અને શિલ્પા નરેન્દ્ર સાવંત દ્વારા લોન માટે અરજી આપી હતી પરંતુ હજુ લોન પેન્ડિંગ છે.ત્યારે મેનેજરે કહ્યું હતું કે તમારી લોન ઘણા સયથી પાસ થઇ ગઇ છે. જેથી મકાન માલિકને પોતાની સાથે છેતરપિંડી થઇ હોવાનો અહેસાસ થતા સિટી પોલીસ સ્ટેશનમાં મહાઠગ દંપતી સામે ફરિયાદ નોંધાવી છે.

કોન્ટ્રાક્ટર દ્વારા કરાવાયેલો બોગસ બાંધકામ કરાર બેન્કમાં જમા કરાવ્યો
રસુલાબાદ એસબીઆઇ બેન્કમાં મેનેજરનો ફોન આવતા મનિષ પવાર તેમના મળવા માટે ગયા હતા. ત્યારે મેનેજરે તેમનાદ્વારા કોન્ટ્રાકટરને કરી આપેલો બાંધકામ કરાર બતાવવામાં આવ્યો હતો. જેમાં નરેન્દ્ર સાવંતના પત્ની શિલ્પા સાવંત સાથે 100ના સ્ટેમ્પના નોન જ્યુડિશિયલ. સ્ટેમ્પ પેપર પર નોટરી બતાવી હતી જેમાં શિલ્પા સાવંત તથા મકાન માલિકનો ફોટો છે. ઉપરાંત મકાન માલિકની ખોટી સહી પણ કરેલી છે. પરંતુ ખરેખર મકાન માલિકે કોઇ બાંધકામ કરાર કરી આપ્યો નથી.

મેનેજર સાથે મિલીભગત કરીને 12 લાખની લોન મંજૂર કરાવી લીધી
મકાન માલિક દ્વારા કોન્ટ્રાક્ટર દંપતી સાથે કોઇ બાંધકામ કરાર કર્યો જ નથી. તેમના દ્વારા બોગસ અને બનાવટી દસ્તાવેજો ઉભા કરીને બેન્કમાં લોન માટે રજૂ કર્યા છે .તેમના નામે બેન્કમાંથી 12 લાખન લોન તેમની સંવતિ વગર મેનેજર સાથે મિલીભગત કરીને લઇને એસબીઆઇ રસુલાબાદમાંથી લેવામાં આવી છે. જેની પૂરેપૂરી રકમ બારોબારો મકાન માલિકાના ખાતા જમા ન કરાવીને ઠગાઇ કરી છે.

કોરોના કાળના સમયગાળા દરમિયાન કામ બંધ હોય ત્યારં દંપતીએ કાવતરુ રચ્યુું
વર્ષ 2018માં મકાનના રિનોવેશનનું કામ કરાવવા માટે કોન્ટ્રાક્ટર સાથે સંપર્કમાં આવ્યા હતા. પરંતુ કોરોના મહામારી આવી જતા મકાન માલિકે તેમના મકાનનું રિનોવેશનનું કામ પણ બંધ હોવાથી નરેન્દ્ર સાવંત સહિ તેની પત્નીને હેરાન હેરાન કર્યા ન હતા અને તે સમયદરમિયાન શિલ્પા સાવંતે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા રસુલાબાદ શાખાના મેનેજર સાથે કાવતરુ રચીને મકાન માલિકના નામે મસમોટી રકમની લોન મંજૂર કરાવી ઉચાપત કરી હતી. તેમનો ફોન પર સંપર્ક કરવા છતાં કોઇ ઉત્તર આપતા નથી.

મોટી રકમ જોઇ અમે ડિપ્રેશનમાં આવી ગયા છે
છેલ્લા ઘણા સમયથી અમારા મકાનનું કામ અધુરુ છોડીને કોન્ટ્રાક્ટર દંપતી જતા રહ્યા છે. જેના કારણે અમનેઘણી મુશ્કેલી પડી રહી છે. ઉપરાંત ફોન કરવા છતાં કોઇ જવાબ આપતા નથી. ઉપરાંત તેમના બોગસ ડોક્યુેન્ટસ બનાવીને 12 લાખની લોન મેળવી લીધી છે. જે રકમ જોઇને મકાન માલિકના પગ નીચેથી જમીન સરકી ગઇ છે. બેન્ક અમારી પાસથી મકાનનો કબજે લઇ લેશે માટે અમને દિવસ રાત ઉંઘ આવતી નથી અ્ને અમને ડિપ્રેશનમાં આવી ગયા છે.
– મનીષ પવાર , ભોગ બનનાર

Most Popular

To Top