National

રસના બ્રાન્ડના સ્થાપક આરિઝ પીરોજશા ખંભાતાનું નિધન

આઈ લવ યૂ રસના.. 80ના દાયકામાં ઉનાળાના દિવસોમાં ટીવી (Television) પર ઘરે ઘરે ગૂંજતું આ સ્લોગન સૌને યાદ જ હશે. તે સમયે જાત જાતના ઠંડા પીણાઓનું ચલણ નહીંવત હતું. જેને કારણે રસના શરબત સૌથી વધું લોકપ્રિય હતું. તે જ રસના ગ્રુપના સંસ્થાપકે (Founder Member and Chairman Of Rasna Group)) દુનિયાને અલવિદા કહી દીધું છે. રસના (Rasna) ગ્રુપ દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 85 વર્ષીય આરિઝ ખંબાતાનું શનિવારે નિધન થયું હતું. જણાવી દઈએ કે અરિઝ ખંબાતા બેનેવોલન્ટ ટ્રસ્ટ અને રસના ફાઉન્ડેશનના અધ્યક્ષ પણ હતા.

  • રસના બ્રાન્ડના સ્થાપક આરિઝ પીરોજશા ખંભાતાનું નિધન
  • 85 વર્ષીય આરિઝ ખંબાતાનું શનિવારે નિધન થયું હતું
  • રસના ગ્રૂપ અનુસાર ખંભાતાએ ભારતીય ઉદ્યોગ, વેપાર અને સામાજિક સેવાના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું

રસનાના સ્થાપક અને અધ્યક્ષ આરિઝ પીરોજશા ખંભાતાનું શનિવારે અવસાન થયું હતું. કંપનીએ આ અંગે માહિતી આપી છે. રસના ગ્રુપ દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 85 વર્ષીય ખંબાતાનું શનિવારે નિધન થયું હતું. જણાવી દઈએ કે આરિઝ ખંબાતા બેનેવોલન્ટ ટ્રસ્ટ અને રસના ફાઉન્ડેશનના અધ્યક્ષ પણ હતા. રસના ગ્રૂપ અનુસાર ખંભાતાએ ભારતીય ઉદ્યોગ, વેપાર અને સામાજિક સેવાના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેઓ પારસી સંસ્થા WAPIZ ના ભૂતપૂર્વ પ્રમુખ અને અમદાવાદ પારસી સમુદાયના ભૂતપૂર્વ પ્રમુખ પણ હતા.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ખંબાતાએ ભારતીય ઉદ્યોગ, વેપાર અને સમાજની સેવા દ્વારા સામાજિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. ખંબાતા તેમની લોકપ્રિય સ્થાનિક પીણા બ્રાન્ડ રસના માટે જાણીતું નામ છે. આ બ્રાન્ડ દેશમાં 18 લાખ રિટેલ આઉટલેટ્સમાં વેચાય છે. રસના હવે વિશ્વમાં ડ્રાય-કન્સેન્ટ્રેટ સ્વરૂપમાં ઉપલબ્ધ સોફ્ટ ડ્રિંક્સની સૌથી મોટી ઉત્પાદક છે.

Most Popular

To Top