Entertainment

રશ્મિકા મંદાનાના ડીપફેક વીડિયોએ મચાવ્યો હોબાળો, શું છે નકલીને અસલી બનાવતી આ ટેક્નોલોજી?

નવી દિલ્હી: આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) આવ્યા બાદ લોકો તેનો ખોટો ઉપયોગ પણ કરી રહ્યા છે. લોકો ટેક્નોલોજીનો (Technology) દુરુપયોગ કરી રહ્યા છે જે આપણી સુવિધા માટે બનાવવામાં આવી છે. આ દરમિયાન ભારતીય અભિનેત્રી રશ્મિકા મંદાનાના (RashmikaMandana) એક નકલી વીડિયો (FakeVideo) સોશિયલ મીડિયા (SocialMedia) પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને અત્યાર સુધીમાં સોશિયલ મીડિયા પર 20 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. ખરેખર આ વીડિયો ડીપફેક (DeepFake) ટેક્નોલોજીની મદદથી બનાવવામાં આવ્યો છે અને અભિનેત્રીનો ચહેરો કોઈ બીજાના વીડિયો પર લગાવવામાં આવ્યો છે.

ડીપફેક ટેક્નોલોજી શું છે?
ડીપફેક એ એક પ્રકારનું સિન્થેટીક મીડિયા છે જેમાં AIનો ઉપયોગ કરીને હાલના ફોટા અથવા વિડિયોમાંની વ્યક્તિ અન્ય કોઈના ફોટા સાથે બદલવામાં આવે છે. AIની ક્ષમતાને કારણે સામાન્ય નાગરિક માટે નકલી વીડિયોને ઓળખવો મુશ્કેલ બની જાય છે અને તે સરળતાથી તેની જાળમાં ફસાઈ શકે છે. 

અમિતાભ બચ્ચને કર્યા એલર્ટ
ભારતીય અભિનેત્રી રશ્મિકા મંદાનાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં અભિનેત્રી લિફ્ટની અંદર આવતી જોવા મળી રહી છે જેમાં તે બોલ્ડ અંદાજમાં બતાવવામાં આવી છે. જો કે આ વીડિયોની સચ્ચાઈ એ છે કે આ વીડિયો 8 ઓક્ટોબરના રોજ ઝરા પટેલ નામની મહિલાએ ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યો હતો. ઝરા પટેલના શરીરનો ઉપયોગ કરીને ડીપફેકની મદદથી આ વીડિયોમાં રશ્મિકા મંદાનાના ચહેરાને સુપરઇમ્પોઝ કરવામાં આવ્યો છે.

જ્યારે તમે આ વીડિયોને ધ્યાનથી જોશો તો વીડિયોમાં ઝરા પટેલ લિફ્ટમાં પ્રવેશતાની સાથે જ તેનો ચહેરો એક્ટ્રેસ રશ્મિકા મંદાનામાં બદલાઈ રહ્યો છે, જે જણાવે છે કે વીડિયો ફેક છે અને તેને AI ટૂલની મદદથી બનાવવામાં આવ્યો છે. ગયો બોલિવૂડ એક્ટર અમિતાભ બચ્ચને આ વીડિયો પર પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે આ એક મજબૂત કાનૂની કેસ છે અને આવા લોકો સામે કાર્યવાહી થવી જોઈએ.

કેવી રીતે બચી શકાય?
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આવ્યા બાદથી લોકો તેનો ખોટો ઉપયોગ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં તમારી સાથે આવું કંઈ ન થાય તેથી સોશિયલ મીડિયા પર તમારા અંગત ફોટા અને વીડિયો અપલોડ કરવાનું ટાળો. કારણ કે તે ખોટી રીતે એડિટ કરવામાં આવી શકે છે. જો શક્ય હોય તો તમારી પ્રોફાઇલ ખાનગી રાખો અને તમારા સોશિયલ મીડિયા પર ઓછામાં ઓછી માહિતી પોસ્ટ કરો. 

Most Popular

To Top