Kitchen | Recipe

રસની સેવ

1 કિલો ચણાનો લોટ
400 ગ્રામ કેરીનો રસ
150 ગ્રામ દળેલી ખાંડ
તીખાશ મુજબ લાલ મરચું
સ્વાદાનુસાર મીઠું
1 ચમચી હિંગ
એક મોટો ચમચો તેલ (મોણ માટે)
તળવા માટે તેલ
રીત :- સૌ પ્રથમ ચણાનો લોટ લઇ, તેમાં ઉપર મુજબના બધા મસાલા નાખવા અને થોડું મોણ નાખવું. બધું મિક્ષ કરી તેમાં કેરીનો રસ નાખવો. સેવ પાડવા માટેનો લોટ બાંધી દેવો. હવે ગેસ પર એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકવું અને તેલ ગરમ થઇ જાય પછી તેમાં સેવ પાડવાના સંચાથી સેવ પાડવી. થોડા બ્રાઉન કલરની થાય એટલે કાઢી લેવી.

દેશી મકાઈનો દૂધપાક
સામગ્રી :-
1 લિટર દૂધ
4 – 5 નંગ કુમળા દેશી મકાઈ
2 નાની વાટકી ખાંડ
10 નંગ બદામ
1 ચમચી એલચી

રીત :- સૌ પ્રથમ દેશી મકાઈને છીણી નાખવા. ત્યાર બાદ ગેસ પર દૂધ ગરમ કરવા મૂકવું. તેમાં છીણેલા મકાઈ નાખી દેવા. તેને લગભગ 20 થી 25 મિનિટ સુધી ઉકાળવું. મકાઈ બરાબર ચડી જાય પછી તેમાં ખાંડ ઉમેરવી અને ખાંડ બરાબર ઓગળી જાય ત્યાર પછી ગેસ બંધ કરી દેવો. દૂધપાક ઠંડો થાય પછી તેમાં બદામ અને એલચી નાખવા. તેને ફ્રીઝમાં ઠંડો થવા મૂકવો અને દૂધપાક સર્વ કરવો.
– સ્વાતિ તુષાર શાહ

કારેલાંની છાલનાં મૂઠિયાં
સામગ્રી
4 થી 5 નંગ કારેલાંની છાલ
1/2 કપ કોબી છીણેલી
1/4 કપ ઘઉંનો લોટ
1/2 કપ ઘઉંનો જાડો લોટ
1/4 કપ બેસન
1/4 કપ ચોખાનો લોટ
2 ટીસ્પૂન મલાઈ
2 ટીસ્પૂન દહીં
1 ટીસ્પૂન આદુમરચાં- લસણની પેસ્ટ
2 થી 3 ટીસ્પૂન લીંબુનો રસ
2 થી 3 ટીસ્પૂન ખાંડ
1/2 ટીસ્પૂન અજમો
1/4 ટીસ્પૂન હિંગ
1 ટીસ્પૂન લાલ મરચું
2 ટીસ્પૂન ધાણા પાવડર
1/4 ટીસ્પૂન હળદર
2 ટીસ્પૂન કોપરાનું છીણ
2 ટીસ્પૂન કોથમીર
2 ટીસ્પૂન તેલ
1/4 ટીસ્પૂન ખાવાનો સોડા
તળવા માટે તેલ
રીત :- કારેલા ધોઈને પિલરથી તેની છાલ કાઢી લો. તેમાં છીણેલી કોબી અને બાકીની સામગ્રી ઉમેરી તેનો લોટ બાંધો. તેમાંથી મૂઠિયાં વાળો. એક કઢાઈમાં તેલ ગરમ કરીને ગરમ તેલમાં મીડિયમ તાપે ક્રિસ્પી તળી લો. ગરમાગરમ ચા, ટોમેટો કેચપ કે કોથમીરની ચટણી સાથે મૂઠિયાં સર્વ કરો.

ચટણી સોયા ચાપ
સામગ્રી
4 નંગ સોયા ચાપ
મેરીનેશન :
1 ટીસ્પૂન મલાઈ
1/4 કપ દહીં
2 ટીસ્પૂન કોથમીર ચટણી
1 ટીસ્પૂન આદુમરચાં પેસ્ટ
સ્વાદ પ્રમાણે મીઠું
1 ટીસ્પૂન લીંબુનો રસ
1 ટીસ્પૂન શેકેલું બેસન
1/2 ટીસ્પૂન ધાણા પાવડર
1/2 ટીસ્પૂન ચાટ મસાલો
1/4 ટીસ્પૂન સંચળ પાવડર
એક્સટ્રા
1 નંગ ચોરસ ટુકડાકેપ્સિકમ
1 નંગ ચોરસ ટુકડા કાંદા
2 ટીસ્પૂન કોથમીર
1 ટીસ્પૂન ઘી
1 ટીસ્પૂન તેલ
2 ટીસ્પૂન ચીઝ
રીત :- પાણીમાં મીઠું નાખીને સોયા ચાપને બાફી લો. પછી સ્ટિક કાઢીને ગોળ કાપી લો. મેરીનેશનનું બધું મિક્સ કરીને તેમાં સોયા ચાપ, કેપ્સિકમ અને ડુંગળી નાખી દો. 30 મિનિટ રાખો. નોનસ્ટિકમાં ઘી અને તેલ લઇને આથેલું મિશ્રણ લઇ ઢાંકીને થવા દો. 5 મિનિટ પછી તેમાં ચીઝ ઉમેરી મસાલો કોટ થઇ જાય ત્યાં સુધી થવા દો. કોથમીર ભભરાવી સર્વ કરો.
-દિપીકા હાથીવાલા

Most Popular

To Top