સુરત (Surat): મોટા વરાછામાં રહેતી મેડીકલ વિદ્યાર્થિનીને (Medical Girl Student) કાપોદ્રામાં રહેતા એક યુવકે તેની પત્ની સાથે છૂટાછેડા (Divorce) લઇ લીધાનું ખોટુ પ્રમાણપત્ર (Fake Certificate) બતાવીને બળાત્કાર (Rape) કરી ગર્ભવતી (Pregnant) બનાવી હતી. લોકડાઉન (Lock Down) દરમિયાન એકવાર એબોર્શન કરાવ્યા બાદ યુવતી જ્યારે ઉચ્ચ અભ્યાસ માટે સિંગાપોર ગઇ ત્યારે યુવકે ત્યાં સિંગાપોરમાં જઇને તેના નગ્ન ફોટા વાઇરલ (Naked Pictures Viral) કરવાની ધમકી આપી બીજીવાર પણ ગર્ભવતી બનાવી હતી. આ દરમિયાન યુવકે યુવતીને અપનાવી ન હતી, યુવતીએ સુરત આવીને યુવકના ઘરે જઇને હોબાળો કરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. બનાવ અંગે કાપોદ્રા પોલીસે યુવકની સામે બળાત્કારનો ગુનો નોંધી તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ, મોટાવરાછામાં રહેતી ઉર્વી (નામ બદલ્યુ છે)ની મુલાકાત સને-2016-17માં મુળ જૂનાગઢ જિલ્લાના વિસાવદરના કાના વડલા ગામના વતની અને સુરતમાં પૂણાગામ અમિપાર્ક સોસાયટીમાં રહેતા પ્રતિક ભીખાભાઇ વાલાણીની સાથે સોશિયલ મીડિયા ફેસબુક ઉપર થઇ હતી. ત્યારબાદ તેઓ સૌપ્રથમ 2018માં કાપોદ્રા મરઘાકેન્દ્ર પાસે મળ્યા હતા, પરંતુ ત્યારે પ્રતિકના લગ્ન થઇ ગયા હોવાથી તેઓએ વાત કરવાનું બંધ કર્યું હતું. બાદમાં પ્રતિકે ફરીવાર ઉર્વીનો સંપર્ક કરીને તેણીને કહ્યું કે, મારે મારી પત્ની સાથે બનતું નથી, મારે છૂટાછેડા લઇ લેવા છે કહીને પોતાના પ્રેમજાળમાં ફસાવી હતી. 2019માં તકનો લાભ લઇને પ્રતિકના ઘરે કોઇ હાજર ન હતું ત્યારે પ્રતિકે ઉર્વીને પોતાના ઘરે બોલાવી બેડરૂમમાં લઇ ગયો હતો અને કહ્યું કે, હું તારી સાથે જ લગ્ન કરવાનો છું તેમ જણાવી સેક્સની માંગ કરી હતી.
આ દરમિયાન પ્રતિકે ઉર્વીના નગ્ન ફોટા પોતાના મોબાઇલમાં શૂટ કરી લીધા હતા. ત્યાં જ લોકડાઉન આવી જતાં પ્રતિકે ઉર્વીને કહ્યું કે, હાલમાં લોકડાઉન છે, મારા છૂટાછેડા થશે નહીં, પરંતુ આપણે લગ્ન કરવાના છે તેમ કહીને ફરીવાર બળાત્કાર ગુજાર્યો હતો. આ દરમિયાન ઉર્વી ગર્ભવતી બની હતી, ત્યારે પ્રતિકે તેણીને સરથાણાની હોસ્પિટલમાં લઇ જઇને એબોર્શન કરાવી નાંખ્યું હતું. ત્યારબાદ પણ તેઓએ શરીરસંબંધ શરૂ જ રાખ્યો હતો. બાદમાં પ્રતિકે પોતાની પત્ની સાથેના છૂટાછેડાનું પ્રમાણપત્ર બતાવીને ઉર્વીની સાથે રજીસ્ટ્રારમાં પોતાના લગ્નની નોંધણી કરાવી હતી. બાદમાં ઉર્વી હોસ્પિટાલીટીના અભ્યાસ માટે સિંગાપોર જતી રહેતા ત્યાં પણ પ્રતિક વિઝીટર વિઝા લઇને પહોંચી ગયો હતો અને બળજબરીથી ઉર્વીની સાથે રહીને તેના ફોટા વાઇરલ કરવાની ધમકી આપી બળાત્કાર કરીને સુરત આવતો રહ્યો હતો.
ત્યારે ફરીવાર ઉર્વી ગર્ભવતી બની હતી, ત્યારે તેણીએ પ્રતિકનો સંપર્ક કરતા પ્રતિકે કહ્યું કે, હમણાં તું સુરત આવી જા આપણે તેનો કોઇક રસ્તો કાઢીએ. બીજી તરફ પ્રતિક અને તેના પરિવારની વચ્ચે માથાકૂટ થઇ હતી. પ્રતિકે કોઇપણ જવાબ નહીં આપતા આખરે ઉર્વી પ્રતિકના ઘરે પહોંચી ગઇ હતી. ત્યારે ખબર પડી કે, પ્રતિકે તેની પ્રથમ પત્નીને કોઇ છૂટાછેડા આપ્યા નથી અને છૂટાછેડાનું બોગસ પ્રમાણપત્ર બનાવીને તેણીની સાથે બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવી છે. આ બાબતે કાપોદ્રા પોલીસમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસે પ્રતિકની સામે ગુનો નોંધી તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
સિંગાપોરથી સુરત આવ્યા બાદ ઉર્વી તેની બહેનપણીના ઘરે રહેતી હતી
ઉર્વી ગર્ભવતી બની તે અંગે પ્રતિકને જાણ કર્યા બાદ ઉર્વી સુરત આવી હતી, અહીં તેણીએ પ્રતિકને મળવા માટે બોલાવ્યો હતો પરંતુ પ્રતિક આવ્યો ન હતો. પરિવારમાં બદનામી થાય તે માટે ઉર્વી તેની એક બહેનપણીના ઘરે રહેવા જતી રહી હતી. થોડા દિવસો બાદ પ્રતિકે ઉર્વીનો સામેથી સંપર્ક કરીને મળવા માટે આવ્યો હતો અને કહ્યું કે, મારા પિતાજી મને ઘરમાંથી નીકળવા નથી દેતા, એટલે તું થોડો સમય સાચવી લે, પછી આપણે ભેગા થઇ જઇશું. પરંતુ લાંબા સમય છતાં પ્રતિકે કોઇ જવાબ આપ્યો ન હતો. ઉર્વી જ્યારે પ્રતિકના ઘરે રહેવા ગઇ હતી, ત્યાં પ્રતિકના પિતાએ આજુબાજુમાંથી લોકોને બોલાવીને હોબાળો મચાવ્યો હતો. ત્યારે ઉર્વીએ પોલીસ ફરિયાદ કરી હતી.