વડોદરા : બે સંતાનોની માતાને 15 હજાર આપવાના બહાને કારમાં બેસાડીને અવાવરૂ જગ્યામાં નિર્દયતાપૂર્વક પાશવી બળાત્કાર ગુજાર્યો હતો. પીડિતાની પાંચ વર્ષની પુત્રી સાથે પણ અત્યંત શર્મસાર હરકત કરીને છેડછાડ કર્યાની ફરીયાદ છાણી પોલીસ મથકે નોંધાઈ હતી. વાસણા ભાયલી રોડ પર રહેતી બે સંતાનોની માતાનો પતિ ચેન સ્નેચીંગના ગુનામાં સાબરમતી જેલમાં દોઢ વર્ષથી સજા કાપી રહ્યો છે. પાંચ વર્ષની પુત્રીના ગળાના ઓપરેશન અર્થે નાણાંની જરૂરીયાત ઉભી થતા પતિ સાથે ફોન પર સંપર્ક કર્યો હતો. તેમાં જણાવ્યું હતુ કે, મારી સાથે જેલની બેરેકમાં કેદી રણછોડ અંબાલાલ પટેલ છે. તેના પુત્ર લાલા પાસેથી તુ પૈસા લઈ લે જે. તેમ જણાવી લાલાનો મોબાઈલ ન઼બર આપ્યો હતો. પરિણીતાએ લાલાને ફોન પર સંપર્ક કરતા પાસબુકનો ફોટો મોકલો તો હું તેમાં પંદર હજાર જમા કરાવી દઉ તેમ જણાવ્યું હતું. જો કે નાણાં ના મળતા બીજી વાર પરીણીતાએ સંપર્ક કર્યો હતો. હું રૂબરૂ આવીને તમોને નાણાં આપુ છું. તેમ જણાવીને લાલા પટેલ કાર લઈને આવ્યો હતો અને દશરથ હાઈ-વે પાસે પેટ્રોલપંપ પાસે પરીણીતાને પૈસા લેવા બોલાવી હતી.
બે સંતાનો સાથે પરીણીતા એક્ટીવા પર પહોંચી હતી. લાલાને મળી નાણાંની વાતચીત કરતા એટીએમમાંથી રૂપિયા ઉપાડવા પડશે. જેથી પરિણીતાએ બન્ને બાળકોને િસલ્વર પ્લેટ હોટલના પાર્કિંગમાં એક્ટિવા પાસે બેસાડીને પરિણીતા કારમાં બેસીને લાલભાઈ સાથે નિકળી હતી. સાંજે સાડા છ ના સુમારે અંધારૂ થતા લાલાએ કાર જીએસએફસી બ્રીજ નીચેની અડધો કિલોમીટર આગળ ખેતર પાસે દિવાલની આડમાં કાર પાર્ક કરીને નરાધમે પોત પ્રકાશ્યુ હતુ. પરિણીતાને કારની પાછળની સીટમાં પટકીને વાળ પકડી લીધા હતા અને પોતાની શરીરભુખ સંતોષી લીધા બાદ ધમકાવી હતી.
ફફડી ઉઠેલ પરિણીતાએ યુક્તિપૂર્વક પોતાના ઘરે જવાના બહાને બન્ન્ે સંતાનો પાસે લઈ ગઈ હતી. અને અલ્ટો કારમાં તમામ બેસીને પરિણીતાના માતા-પિતાને ત્યાં આવવા નિકળ્યા હતા. રસ્તામાં પરીણીતાની માતાના ફોન આવતા રડમસ અવાજે તુટક તુટક વાતચિત કરતા આખો મામલો પારખી ગયેલા માતા-પિતાએ પોલીસને જાણ કરી દીધી હતી. જો કે નરાધમને ગંધ આવી જતા બે સંતાનો સાથે પરિણીતાને રેસકોર્સ નજીક નટુભાઈ સર્કલ પાસે ઉતારીને ફરાર થઈ ગયો હતો. જો કે જધાન્ય બનાવ છાણી પોલીસ મથકની હદમાં બન્યો હોવાથી ત્યાં ગુનો નોંધાયો હતો. પી.આઈ.આર.એમ. મકવાણા અને તેમની ટીમ બળાત્કારી આરોપીને પકડવા દોડધામ મચાવી હતી.
માતા સામે જ 5 વર્ષની બા ળાના ગુપ્તાંગ પર હાથ ફેરવ્યો
કારમાં પાછળ બેસેલી પાંચ વર્ષની પુત્રી માતાના ખોળામાં આગળ બેસતા જ નરાધમ લાલાએ વિકૃતીની હદ પાર કરી નાખી હતી અને બાળકીના ગુપ્તભાગે છેડછાડ કરતા જ પરિણીતાનો આક્રોશ ફાટી નિકળ્યો હતો. માતાએ નરાધમના હાથ ખેંચીને સીધી ગાડી ચલાવવા ધમકાવ્યો હતો.
પીડિતાની માતાને પણ કારની ટક્કરે ઈજા પહોંચાડી
નટુભાઈ સર્કલ પાસે પુત્રીને ઉતરતી જોતા જ માતા કાર પાસે દોડી આવી હતી. કારનો ચડાવેલ કાચ જોરથી ખખડાવતા જ લાલો કાર ભગાવતા વૃધ્ધ માતા પડી ગઈ હતી. પોલીસ તુરંત આવી જતા લાલાના મોબાઈલ નંબર પર સંપર્ક કરીને આવી જવા જણાવ્યું હતું. પીડીતા જ બોલાવી રહી હોવાના ઈરાદે લાલો પરત નટુભાઈ સર્કલ આવ્યો હતો.