મુંબઇ (Mumbai): એક ચોંકાવનારી ઘટનામાં પ્લેબેક સિંગર રેણુ શર્માએ (Renu Sharma) મંગળવારે NCP નેતા અને મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી ધનંજય પંડિતરાવ મુંડે (Dhananjay Panditrao Munde) પર બળાત્કારનો (Rape) આરોપ લગાવ્યો છે અને તેમની સામે મહારાષ્ટ્ર પોલીસમાં (Maharashtra Police) કેસ દાખલ કર્યો છે. ગાયક રેણુ શર્માએ આરોપ લગાવ્યો છે કે પોલીસે આરોપી સામે કોઈ કાર્યવાહી કરી નથી.
માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટર પર ગાયકે બળાત્કાર અને બ્લેકમેલનો આરોપ લગાવીને મંત્રી વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદની એક નકલ શેર કરી છે. ટ્વિટર પર તેણે મહારાષ્ટ્ર પોલીસ પર આરોપ લગાવ્યો કે તે તેના કેસ પ્રત્યે ઉદાસીન છે. એક ટ્વીટમાં તેણે આરોપ લગાવ્યો હતો કે પોલીસ એનસીપી નેતા સામે ફરિયાદ સ્વીકારી નથી.
રેણુ શર્માએ પોતાના ટ્વીટમાં મુંબઈ પોલીસ, એનસીપીના વડા શરદ પવાર અને તેમની પુત્રી સુપ્રિયા સુલે, મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે, ભાજપના નેતા અને ભૂતપૂર્વ CM દેવેન્દ્ર ફડણવીસ અને પીએમ નરેન્દ્ર મોદીને ટેગ કર્યા છે. રેનુ શર્માએ ઓશીવારા પોલીસ સ્ટેશનના અધિકારીઓ પર ધનંજય પંડિતરાવ મુન્ડે વિરુદ્ધની ફરિયાદ ન સ્વીકારવાનો આરોપ લગાવ્યો છે.
આ સિવાય તેણે આક્ષેપ પણ કર્યો છે કે તેનું જીવન જોખમમાં છે અને તેણે પોલીસની મદદ માંગી છે. ફરિયાદની નકલ મુજબ, ગાયકે લગ્ન અને બ્લેકમેઇલના બહાના હેઠળ જાતીય હુમલો અને બળાત્કારનો ધનંજય પંડિતરાવ મુંડે પર આરોપ લગાવ્યો છે. ફરિયાદમાં ગાયકે આરોપ લગાવ્યો છે કે મુંડે બોલીવૂડમાં ઉજ્જવળ સંભાવનાઓની લાલચ આપીને વારંવાર તેનું જાતીય શોષણ કર્યુ હતુ.