મુંબઇ (Mumbai): હજી ગઇકાલે જ કપૂર પરિવારને મોટા આંચકો લાગ્યો હતો જ્યારે સમાચાર આવ્યા હતા કે રાજ કપૂરના સૌથી નાના પુત્ર રણધીર કપૂર અને ઋષિ કપૂરના નાના ભાઇ રાજીવ કપૂરનું હાર્ટ અટેકથી (Rajiv Kapoor) અવસાન થયુ હતુ. આ સમાચાર કપૂર પરિવાર સહિત સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે આઘાતજનક હતા કારણ ભલે રાજીવ કપૂર ફિલ્મોથી દૂર રહ્યા હોય પણ તેઓ ઇન્ડસ્ટ્રીના ઘણા લોકોના ખાસ મિત્ર હતા. વળી રાજીવની વય પણ ખૂબ નાની હતી. જણાવી દઇએ રાજીવ ફક્ત 58 વર્ષના હતા. વળી તેમને કોઇ ખાસ જાનલેવા બીમારી પણ નહોતી.
આજે કેટલાક પત્રકારો સાથે વાતચીત કરતી વખતે રણધીર કપૂરે (Randhir Kapoor) કહ્યુ હતુ કે કરીનાની ડિલીવરીની તારીખ 15 ફેબ્રુઆરીની આસપાસ છે. હકીકતમાં પરમ દિવસે જ કરીના સૈફ (Saif ALi Khan, Kareena Kapoor Khan) સાથે મુંબઇના એક ગાયનેક ક્લિનિકની વિઝીટ કરતી જોવા મળી હતી.
જણાવી દઇએ કે ઑગસ્ટમાં જ કરીના કપૂર ખાને પોતાના પ્રેગનન્સીના સમાચાર જાહેર કર્યા હતા. જો કે કપૂર પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યુ છે. એક તરફ રાજીવ કપૂરના અકાળે અવસાનના સમાચાર આવ્યા છે તો બીજી તરફ કરીનાના ઘરે નવા મહેમાનનું આગમાન થવાનું છે. કપૂર પરિવાર આમ ભલે હેમંશા સાથે દેખાતું ન હોય પણ તેઓ એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા છે. તેઓ હંમેશા એકબીજાના સુખ દુ:ખમાં સાથે ઊભા હોય છે.
બીજી તરફ 16 ઑક્ટોબર 2012ના રોજ લગ્નગ્રંથિથી જોડાયેલા સૈફ અને કરીનાના પહેલા બાળક તૈમુરનો જન્મ 20 ડિસેમ્બર 2016 ના રોજ થયો હતો. તૈમુર કે જે સોશ્યિલ મિડીયા સ્ટાર છે એ તો આપણે બધાને જાણ જ છે. આવનારું બાળક સૈફ અલી ખાનની ચોથી સંતાન હશે. આ પહેલા તેની પહેલી પત્ની અમૃતા સિંહ (Amrita Singh) સાથે તેના બે બાળકો પણ છે. થોડા સમય પહેલા સૈફે પટરનિટી લીવ વિશે પણ વાત કરી હતી. સૈફે કહ્યુ હતુ કે- ‘જ્યારે ઘરે નવજાત શિશુ હોય ત્યારે કોણ કામ કરવા માંગશે? જો તમે તમારા બાળકને મોટા થતા જોતા નથી, તો પછી તમે ભૂલ કરી રહ્યા છો. હું કામથી સમય કાઢી શકું છું – આ એક વિશેષાધિકાર પદ છે. 9 થી 5 ની રૂટિનને અનુસરવાને બદલે હું એક એક્ટરની જેમ જીવું છું. ‘.