નવી દિલ્હી: મધ્યપ્રદેશમાં (Madhya Pradesh) કોંગ્રેસની (Congress) મુશ્કેલીઓ ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. પાર્ટીને મંગળવારે ફરી એકવાર મોટો ઝટકો લાગ્યો છે. વિજયપુર વિધાનસભાના (Vijaypur Assembly) કોંગ્રેસના ધારાસભ્ય રામનિવાસ રાવતે (Ramnivas Rawat) આજે કોંગ્રેસ પાર્ટી ત્યજી કેસરીયા કર્યા હતા.
પ્રાો્ત માહિતી મુજબ રામનિવાસ રાવત છ વખત અહીંથી ધારાસભ્ય તરીકે ચૂંટાઇ ચૂક્યા છે. તેમજ આજે મંગળવારે રામનિવાસ રાવતે મુખ્યમંત્રી મોહન યાદવની હાજરીમાં ભાજપનું સભ્યપદ ગ્રહણ કર્યું હતું. આ દરમિયાન ભાજપના પ્રદેશ અધ્યક્ષ વિષ્ણુ દત્ત શર્મા અને પૂર્વ મંત્રી નરોત્તમ મિશ્રા પણ હાજર રહ્યા હતા. રામનિવાસ રાવતને મધ્યપ્રદેશમાં ઓબીસીનો મોટો ચહેરો માનવામાં આવે છે.
શિવરાજ સિંહ ચૌહાણ પહેલા જ માહિતી આપી ચૂક્યા છે
આ પહેલા મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને વિદિશા લોકસભા મતવિસ્તારના ભાજપના ઉમેદવાર શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું હતું કે કોંગ્રેસના ધારાસભ્ય રામનિવાસ રાવત મુખ્યમંત્રી મોહન યાદવની હાજરીમાં ભાજપનું સભ્યપદ લેવા જઈ રહ્યા છે. આ પ્રસંગે પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસની હાલત ખરાબ થઈ ગઈ છે. તેમના લોકસભાના ઉમેદવારો જ પાર્ટી છોડીને ભાજપમાં જોડાઈ રહ્યા છે.
પૂર્વ મુખ્યમંત્રી ચૌહાણે કોંગ્રેસ પર નિશાન સાધ્યું
પૂર્વ મુખ્યમંત્રી ચૌહાણે કહ્યું કે કોંગ્રેસમાં કોઈ તાકાત બાકી નથી, જે થોડું હતું તે મોહન યાદવ અને ભાજપે નષ્ટ કરી દીધું છે. આ પ્રસંગે પૂર્વ મુખ્યમંત્રી ચૌહાણે વધુમાં કહ્યું કે તેઓ મુખ્યમંત્રી મોહન યાદવના આભારી છે જેમણે સ્પષ્ટ કહ્યું છે કે લાડલી બેહના યોજના ચાલુ રહેશે. આપણે હવે માત્ર લાડલી બહેન નહી, પરંતુ આપણે લખપતિ બહેન બનાવવાની છે.
કોંગ્રેસના ઉમેદવાર ગઈકાલે ભાજપમાં જોડાયા હતા
ઈન્દોર લોકસભા સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર અક્ષય કાંતિ બમએ ગઇકાલે સોમવારે પોતાનું નામાંકન પાછું ખેંચી લીધું હતું અને ભાજપમાં જોડાઈ ગયા હતા. આ પહેલા પણ કોંગ્રેસના ઘણા નેતાઓ ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. તાજેતરમાં જ કમલનાથના ગઢ છિંદવાડાના કોંગ્રેસી નેતાઓ ભાજપમાં જોડાયા હતા. જરથી કહી શકાય છે કે લોકસભા ચૂંટણી પહેલા ભાજપે કોંગ્રેસને ઘણા આંચકા આપ્યા છે.