Dakshin Gujarat

સોડગામમાં વરસતા વરસાદમાં લોકોએ કર્યું એવું કામ કે ભગવાન પણ..

ભરૂચ: સોડગામ ગામે રામકથાનો ચોથો દિવસ હોવાથી આજુબાજુના મોટી સંખ્યામાં શ્રોતાઓ રસપાન સાંભળતા હતા.એ વેળા સમી સાંજે વાદળો ઘેરાતા માવઠું પડતા એક તબક્કે શ્રોતાઓ રામકથામાં મશગુલ હોવાથી કાપડના મંડપમાં ભીંજાઈને કથાકારના મોઢેથી શબ્દો સાંભળતા હતા. મેઘો બેસુમાર થતા કથાકારને ભીના ન થાય એ માટે ગામના યુવાનોએ તાડપત્રી પકડીને વાણી સાંભળવાનો મોકો છોડ્યો ન હતો.

  • સોડગામમાં વરસતા વરસાદે રામકથા સાંભળવાનો શ્રોતાએ મોકો ન છોડ્યો, કાપડના મંડપમાં વ્યાસપીઠ બચાવવા માટે ગામના યુવાનોએ રેસ્કયુ ટીમ માફક તાડપત્રી પકડીને બચાવી
  • આ કથામાં ખુદ ભરૂચના સાંસદ મનસુખ વસાવાની ઉપસ્થિતિ, વરસતા વરસાદમાં મહિલા શ્રોતાઓએ હનુમાન ચાલીસાનો પાઠ કર્યો
  • વરસાદના પાણીમાં પણ શ્રોતાઓની શ્રધ્ધા જોઇને મારા વંદન, આ ઘટનાથી આ ગામમાં ઘરે ઘરે રામ પ્રગટી રહ્યાનો બાપુનો ઉવાચ

ભીંજાતા શરીરે પણ થોડો સમય રામકથાનો લ્હાવો લીધો હતો. તેમજ મહિલા શ્રોતાઓએ વરસાદમાં હનુમાન ચાલીસાના પાઠ કરીને ભક્તિને અનોખો મૂડ બનાવ્યો હતો.

બે દિવસથી હવામાન વિભાગે (IMD)ની આગાહીથી ૪થી ૫ દિવસ વરસાદ પડવાની સંભાવના છે. વાલિયાના સોડગામ ગામે ભગતબાપુની રામકથા છેલ્લા ચાર દિવસથી કરતા શ્રોતાઓને તરબોળ કરી મુક્યા હતા.

રામકથાના પહેલા જ દિવસે વાવાઝોડું આવ્યા બાદ શનિવારે ચોથા દિવસે “રામ જન્મ”નો સમય હોવાથી ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા સહીત અગ્રણીઓ લ્હાવો લેવા માટે આવ્યા હતા.

સમી સાંજે એકાએક વાદળો ઘેરાઈને માવઠુંનો પ્રકોપ આવ્યો હોવા છતાં શ્રોતાઓ મક્કમતાથી ભીંજાતા રહીને વાણીનો લાભ લીધો હતો. એ વખતે આકાશમાંથી પાણી પડતા જોઇને બાપુએ ડમ..,ડમ..,ડમરૂ બાજે, ભોળો શંભુનાથ આજ તાંડવ નાચે…,થી વરસાદના વધામણા સ્વરથી કર્યા હતા. વરસાદ વધારે પડતા આખરે સોડગામના યુવાનોએ જાણે રેસ્ક્યુ ટીમ હોય એમ બાપુની વ્યાસપીઠ ન પલળે એ માટે તાડપત્રી પકડીને ભીના થતા બચાવ્યા હતા. તેમ છતાં આજુબાજુના મોટી સંખ્યામાં આવેલા શ્રોતાજનો ભીંજાતા રહીને કથા સાંભળવાનો મોકો છોડતા ન હતા.

આખરે વરસાદ વધારે હોવાથી લગભગ થોડો સમય રોકીને ફરીથી કથા ચાલુ કરી હતી. શ્રોતાઓની હિમ્મત માટે અંતે ભગતબાપુના શબ્દો હતા કે વરસાદના પાણીમાં પણ શ્રોતાઓની શ્રધ્ધા જોઇને મારા વંદન,આ ઘટનાથી આ ગામમાં ઘરે ઘરે રામ પ્રગટી રહ્યા છે. ભલે મુશ્કેલી આવે અને શનિવારે રાત્રે ૧૨ વાગશે તો પણ રામજન્મ થશે. એવું જણાવતા શ્રોતાઓમાં અનોખી અનુભૂતિ થઇ હતી. આખરે વરસાદનું વિગ્ન દુર થતા શ્રોતાને કથાના લાભ શરુ થયો.

Most Popular

To Top