બોલીવુડના (Bollywood) ફેમસ ફિલ્મનિર્માતા નિતેશ તિવારી (Nitesh Tiwari) રામાયણ (Ramayan) ફિલ્મ બનાવવામાં આવે છે તેવી ચર્ચા ચાલી રહી છે. જો કે આ ખબર એ સમયે વાયરલ થઇ જ્યારે ઓમ રાઉત નિર્દેશિત ફિલ્મ આદિપુરૂષ (Adipurush) પર વિવાદ ચાલી રહ્યો હતો. આદિપુરૂષ પર થયેલ વિવાદ બાદ પણ નિતેશ તિવારી ડર્યા નહીં. તેમણે કહ્યુ કે હું લોકો માટે જોવાલાયક રામાયણ બનાવીશ. ફિલ્મ નિર્માતાના જણાવ્યા અનુસાર ફિલ્મની સ્ટાર કાસ્ટ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
રામાયણ’ની વાર્તા પર ફરીથી બનશે ફિલ્મ ‘આદિપુરુષ’ વિવાદો છતાં નિતેશ તિવારી ‘રામાયણ’ પર આધારિત ફિલ્મ બનાવવા માટે તૈયાર છે. એક ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું કે મારો એક સરળ પ્રશ્ન છે. જો હું મારી જાતે કન્ટેન્ટ બનાવું છું, તો મને તેમાં પૂરો વિશ્વાસ છે. જો મને મારા કન્ટેન્ટથી દુઃખ નથી થતું, તો તેનાથી કોઈને પણ દુઃખ નહીં થાય. તેમજ હું ફિલ્મ અંગે કોઈ સ્પષ્ટતા પણ રજૂ કરીશ નહીં. સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ચર્ચા મુજબ રણબીર કપૂર રામનું પાત્ર ભજવશે અને નિતેશ તિવારીની ‘રામાયણ’માં આલિયા ભટ્ટ સીતાનું પાત્ર ભજવશે.
આલિયા ભટ્ટ ફિલ્મનો હિસ્સો નહીં હોય
કેટલાક રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે આલિયા નિતેશ તિવારીની ફિલ્મમાં હિસ્સો નહીં હોય. આલિયા ફિલ્મમાં સીતાનો રોલ નથી કરી રહી. આલિયાને બદલે મેકર્સે માતા સીતાના રોલ માટે સાઉથની અભિનેત્રી સાઈ પલ્લવીની પસંદગી કરી છે. એટલે કે આ ફિલ્મમાં રણબીર કપૂર પ્રભુ રામનું પાત્ર ભજવશે અને તેની સામે સાઈ પલ્લવી હશે. મળતી માહિતી મુજબ રામ અને સીતા બાદ યશને ફિલ્મમાં રાવણના રોલ માટે કાસ્ટ કરવામાં આવ્યો છે. જે મુદ્દે કેટલાક અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે યશે રાવણના રોલ માટે ના કહી દીધી છે. નિતેશ તિવારીની ફિલ્મની જાહેરાત આ વર્ષે દિવાળી પર થઈ શકે છે.
હાલ નિતેશ તિવારી તેમની ફિલ્મ ‘બવાલ’માં વ્યસ્ત છે
હાલમાં નિતેશ તેની આગામી ફિલ્મ બાવલના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં વરુણ ધવન અને જ્હાન્વી કપૂર લીડ રોલમાં છે. વરુણ અને જ્હાન્વી પહેલીવાર સાથે સ્ક્રીન શેર કરી રહ્યા છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે અને તેને સારો પ્રતિસાદ મળ્યો છે. બાવલ 21 જુલાઈએ એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થશે.