રકુલ પ્રીત સીંઘ પાસે અત્યારે નવ ફિલ્મો છે તે જોઇ બીજી અભિનેત્રીઓ અસલામતી તો અનુભવી જ શકે. બીજી અભિનેત્રીઓ એટલે પુજા હેગડે, કિયારા અડવાણી, ભૂમિ પેડનેકર વગેરે. આલિયા ભટ્ટ, દિપીકા પાદુકોણ, તાપસી પન્નુની પોમીસન પણ રકુલ હજુ પહોંચી નથી. તેનું એવું ગજુ છે કે નહીં તે ખબર નથી પણ ફિલ્મો મેળવવાનું ગજુ તો છે જ. તેની બાર વર્ષની જ કારકિર્દી છે અને હિન્દીમાં તો 2014ની ‘યારીયાં’માં આવી હતી પણ ‘ઐયારી’, ‘દે દે પ્યાર દે’ પછી તે સારી દશામાં આવી ગઇ છે. તમિલ, તેલુગુ ફિલ્મોમાં કામ કરનારી અભિનેત્રી માટે હિન્દીમાં સ્થાન જમાવવું સરળ તો નથી જ પરંતુ તે છે શીખ છોકરી એટલે લડાયક મિજાજ ધરાવે છે ને તેના પિતા આર્મી ઓફીસર હોય તો એ મિજાજ તેનામાં હોય તેની નવાઇ પણ નહં.
તે દિલ્હીની રકુલના હૈદાબાદને મુંબઇમાં ઘર છે. રકુલે કન્નડ ફિલ્મથી આરંભ કરેલો ત્યારે તો પોકેડ મની કમાવા માટે જ કામ કરેલું પણ ત્યારે તેને ખબર જ નહીં તે સાઉથનો ફિલ્મોદ્યોગ કેટલો મોટો છે અને ધારે તો કેવી મોટી સફળતા અપાવી શકે છે પણ દક્ષિણની ફિલ્મોથી તે ખુશ રહે તેમ નહોતી અને એટલે જ હિન્દી ફિલ્મોમાં અાજે તે ડિમાંડીંગ એકટ્રેસ બની ચુકી છે. હા, તેને આનંદ છે કે જે રામચરણ, અલ્લુ અર્જુનની તે હીરોઇન રહી ચુકી છે તે હવે હિન્દી ફિલ્મોમાં પણ ચર્ચાય રહ્યા છે. રકુલ પ્રીત સીંઘ એક પ્રોફેશનલ એકટ્રેસ તરીકે કામ કરે છે. આ કારણે દક્ષિણ હોય કે હિન્દી ફિલ્મજગત હોય, તેને ફરક નથી પડતો. તે લફડાઓ બાબતે પણ સંયમ પાળે છે. મોટી ફિલ્મોમાં કામ કરનારે સાવધાની રાખવી જોઇએ. અને હમણાં કલમ હાસન સાથે ‘ઇન્ડિયન-2’માં કામ કરી રહી છે જેના દિગ્દર્શક એસ. શંકર છે. એ ઉપરાંત શિવકાર્તિકેયન સાથે વિજ્ઞાન કથા ધારવતી ‘અચાલાન’માં કામ કરે છે. હિન્દી ફિલ્મો પાસે તે વધાર અપેક્ષા રાખે છે અને તેની જહોન અબ્રાહ્મ સાથેની ‘એટેક’યા અજય દેવગણ, અમિતાભ બચ્ચન સાથેની ‘રનવે34’ ઉપરાંત ઇન્દ્રકુમારની ‘થેન્ક ગોડ’ કે જેમાં ય ફરી અજય દેવગણ ઉપરાંત સિધ્ધાર્ધ મલ્હોત્રા છે.
તેની પાસે ‘છત્રીવાલી’ અને ‘ડોકટર જી’ પણ છે. અત્યારે તેની સાત ફિલ્મો બનીને તૈયાર છે તેમાં આ ‘એટેક’, ‘રનવે 34’, ‘મિશન સિન્ટ્રેલા’, ‘ડોકટર જી’, ‘થેન્ક ગોડ’ અને ‘છત્રીવાલી’ છે. સ્વાભાવિક રીતે જ તે આ સ્થિતિથી ખુશ છે. જેકી ભગનાની સાથે તે સ્થિર સંંબધ ધરાવે છે. પણ હજુ પરણવું બાકી છે. હમણાં જો કે તે બંને પરણી ગયાની અફવા ઉડેલી તો કહેલું કે અફવા શું કામ ફેલાવો છો? જો પરણીશ તો પહેલા કહી દઇશ. જેકી સાથેના સંબંધને તે નકારતી જ નથી. અત્યારે તેનું ટાર્ગેટ ફિલ્મો જ છે. તે જાણીતા સ્ટાર્સ સાથે જ કામ કરે છે એવું ય નથી. ‘છત્રીવાલી’નો તેની હીરો સુમીત વ્યાસ છે. ‘સીમલા મીર્ચ’માં રાજકુમાર રાવ સાથે કામ કરેલું. પણ અજય દેવગણ તેને હંમેશ સાથે રાખે છે તેના કારણે હિન્દી ફિલ્મોમાં સ્થાન જમાવવામાં તેને મદદ મળી રહી છે.