રક્ષાબંધન માત્ર ભાઈ-બહેનનો જ નહીં, પણ સૌનો તહેવાર છે. સમગ્ર રાષ્ટ્ર કે સમગ્ર સમાજની કલ્યાણ-કામના પ્રગટ કરવાનો અવસર છે. રાખડી ભાઈ-બહેનનો સ્નેહ-પરસ્પર રક્ષણનો સંદેશો છે. આપણા ધર્મસૂત્રકારોનો સૂતરના તાંતણામાં પણ કેટલાક રહસ્ય ગૂંથી દે છે. આવા તાંતણા ભેગા કરીને-ગૂંથીને રક્ષાસૂત્ર રચાય છે. રક્ષાસૂત્ર માત્ર કાચા દોરાનું ક્ષણિક બંધન ન રહેતાં હૃદયના અતૂટ કાયમી બંધન બની રહે છે. પુરાન કથા મહાભારતમાં છે. યુદ્ધ સમયે કુંતી પૌત્ર અભિમન્યુને રક્ષાસૂત્ર બાંધે છે. અભિમન્યુ અજેય બની જાય છે. બીજું, દુનિયા જીતવા નીકળેલા સિકંદરને સમ્રાટ પોરસથી સંકટ ઊભું થયું ત્યારે સિકંદરની પત્ની પોરસ પાસે ગઈ અને રક્ષાસૂત્ર બાંધી ભાઈ બનાવી દીધો. ત્રીજી કથા મેવાડનાં મહારાણી કર્ણાવતી અને હુમાયુને મળે છે. મેવાડ પર સંકટ આવ્યું ત્યારે કર્ણાવતીએ હુમાયુને રક્ષાસૂત્ર બાંધ્યું. હુમાયુએ પણ રક્ષાસૂત્ર ગરિમા જાળવી કર્ણાવતીનું રક્ષણ કર્યું. જિંદગીમાં બંધન તો ઘણાં છે. પણ જે બંધન સંબંધોની રક્ષા કરે તે જ રક્ષાબંધન.
સુરત – મહેશ આઈ.ડોક્ટર આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
કથા એ કથા
પેટ કરતાં નેટના વધારેલા માહાત્મ્યમાં, T.V.ની અનેક ચેનલોમાં અનેકાનેક કથાકારો તેમની કથાની સંખ્યા વધારીને રેકર્ડ કરવાની સ્પર્ધામાં છે. બધી કથામાં દેવી દેવીના ચરિત્રમાં વિવાદ પ્રસંગને હાલની તકનીકી મુજબ મામેરા જાન કન્યાદાનને દાનના મહિમાના મંગળિયા ફેરવીને ધનના રાસને રાસે રમાડતા રહે છે. મતલબ કે, ભાગવત કથામાં પણ કૃષ્ણ રુકમણિનો વિવાદ કરાવે છે. પણ ગીતા રહસ્યને ઉજાગર કરતા નથી.
ધરમપુર – ધીરુ મેરાઈ આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.