નવી દિલ્હી: રાજુ શ્રીવાસ્તવની ગઈ કાલે નિધન થયું હતું. આજે તોના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તેઓની અંતિમયાત્રા શરુ થઇ ગઈ છે. હાર્ટએટેક આવ્યા બાદ તેઓ 42 દિવસ હોસ્પિટલમાં હતા. અંતે તેઓ આ જીવન-મરણ વચ્ચેની જંગ હારી ગયા. આજે તેઓને અંતિમ વિદાય આપવા માટે પ્રશંસકો મોટી સંખ્યામાં અંતિમયાત્રામાં જોડાયા છે. તેમની અંતિમયાત્રા દિલ્હીના દ્વારકાના દશરથપુરથી નીકળી હતી. કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ પંચતત્વમાં ભળી ગયા છે.ગુરુવારે દિલ્હીના નિગમબોધ સ્મશાન ગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.તેના ભાઈએ તેને મુખાગ્નિ આપી હતી. ચાહકોએ ‘રાજુ શ્રીવાસ્તવ અમર રહે’ના નારા લગાવ્યા હતા. કોમેડિયન સુનીલ પોલ અને એહસાન કુરેશી બંને રાજુની અંતિમ યાત્રામાં હાજરી આપવા પહોંચ્યા છે.
ભાઈ અંતિમ સંસ્કારમાં ભાગ નહીં લેશે
રાજુ શ્રીવાસ્તવના ભાઈ કાજુ અંતિમ સંસ્કારમાં ભાગ નહીં લેશે. કારણકે કાજુ અત્યારે કાનપુરમાં છે અને તેઓ બીમાર છે. તેમની પત્ની પણ ગર્ભવતી છે. રાજુ કાજુની તબિયત જોવા દિલ્હી આવ્યા હતા. દિલ્હીની આ મુલાકાત દરમિયાન રાજુને હાર્ટએટેક આવ્યો હતો. ત્યારબાદ હોસ્પિટલમાં 42 દિવસની સારવાર બાદ કોમેડિયનનું મોત થયું હતું.કાજુ અને રાજુ બંનેને એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. કાનપુરમાં કાજુના ઘરની બહાર લોકોના ટોળા એકઠા થયા. દરેક વ્યક્તિ કાજુને મળીને સંવેદના આપી રહ્યા છે.
રાજુ શ્રીવાસ્તવ અંતિમ યાત્રાએ
રાજુ શ્રીવાસ્તવનો પરિવાર અને નજીકના લોકો થોડા જ સમયમાં દિલ્હીના નિગમબોધ ઘાટ પહોંચી હતી. દ્વારકા (દશરથપુરી)માં હાસ્ય કલાકારના ઘરેથી તેમની અંતિમ યાત્રા નીકળી હતી. રાજુ શ્રીવાસ્તવની અંતિમ યાત્રા માટે ટ્રકને સફેદ ફૂલોથી શણગારવામાં આવી છે. ટ્રકની આગળ રાજુનો ફોટો પણ રાખવામાં આવ્યો છે. કારને ફૂલોથી શણગારવામાં આવી છે. કાર પર કોમેડિયનની હસતી હસતી તસવીર લગાવવામાં આવી હતી. રાજુની અંતિમ ઝલક માટે ચાહકોની ભીડ જામી હતી. દરેકની આંખો ભીની થઈ હતી. ચાહકો ફોનમાંથી રાજુની તસવીરો લેવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા.
સેલેબ્સ-ફેન્સે આપી શ્રદ્ધાંજલિ
રાજુ શ્રીવાસ્તવની અચાનક વિદાયથી દરેક લોકો દુઃખી છે. ફેન્સ અને સેલેબ્સ સોશિયલ મીડિયા પર કોમેડિયનને ભીની આંખો સાથે યાદ કરી રહ્યા છે. તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. જે ચહેરો હંમેશા હસતો જોવા મળતો હતો, પછી તે ટીવી સ્ક્રીન પર હોય કે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર, પોતાના કરોડો ચાહકોનાં દિલ પર રાજ કરનારા રાજુ શ્રીવાસ્તવ અચાનક જ અલવિદા કહી જાય એ ખુબ શોકિંગ છે. એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં રાજુની કમી કોઈ ભરી શકશે નહીં.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપી શ્રદ્ધાંજલિ
પીએમ નરેન્દ્ર મોદી, ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ, સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ, ગૃહમંત્રી અમિત શાહ જેવા મહાનુભાવો અને અક્ષય કુમાર, અજય દેવગન વગેરે જેવા ફિલ્મ ઉદ્યોગના ઘણા મોટા સેલેબ્સે સોશિયલ મીડિયા પર પોસ્ટ્સ શેર કરીને રાજુ શ્રીવાસ્તવના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.