National

83 તેજસ વિમાનો માટે ભારત સરકારનો એચએએલ સાથે રૂ. 48 હજાર કરોડનો કરાર

સરકારે બુધવારે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ પાસેથી 83 તેજસ એલસીએ ખરીદવા માટે રૂ. 48,૦૦૦ કરોડના સોદાને ઔપચારિક રીતે પૂર્ણતા આપી હતી, આ સોદો સરકારે ‘મેક ઇન ઈન્ડિયા સંરક્ષણ કરાર’ ગણાવ્યો હતો. દેશના પ્રીમિયર ડિફેન્સ એન્ડ એરોસ્પેસ શોના એરો ઇન્ડિયા -2021 ના ​​ઉદઘાટન સમારોહમાં સંરક્ષણ મંત્રાલયના ડાયરેક્ટર જનરલ (એક્વિઝિશન), વી.એલ.કાંથ રાવ દ્વારા એઆરએલના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર આર માધવનને આ કરાર સોંપવામાં આવ્યો હતો. આ સમયે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ હાજર હતા.

રાજનાથ સિંહે કહ્યું કે, હું ખૂબ જ ખુશ છું કે એચએએલને 48,૦૦૦ કરોડ રૂપિયાથી વધુની કિંમતના ભારતીય વાયુસેના તરફથી નવા દેશી એલસીએ (લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ) તેજસ એમકે 1 એ વિકસાવવા માટેનો ઓર્ડર મળ્યો છે. સિંહે કહ્યું કે, તે સંભવત: મેક ઈન ઈન્ડિયા સંરક્ષણ કરાર આજ સુધીનો સૌથી મોટો કરાર છે. એચએએલ દ્વારા ઉત્પાદિત તેજસ એક જ એન્જિન અને ખૂબ જ સશક્ત મલ્ટિ-રોલ સુપરસોનિક ફાઇટર એરક્રાફ્ટ છે જે ઉચ્ચ-જોખમવાળા વાતાવરણમાં કાર્ય કરવા સક્ષમ છે.

ગયા મહિને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળની કેબિનેટ કમિટી ઓફ સિક્યુરિટી (સીસીએસ) એ આઈએએફની લડાઇની શકિતને વેગ આપવા માટે એએચએલમાંથી 73 તેજસ એમકે-આઈએ વેરિએન્ટ અને 10 એલસીએ તેજસ એમકે-આઈ ટ્રેનર વિમાનની ખરીદીને મંજૂરી આપી હતી.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top