Gujarat

રાજકોટ સ્થિત મહિલા સાહસિક નાટો દ્વારા પ્રમાણિત શસ્ત્રોનું ઉત્પાદન કરશે

ગાંધીનગર : ધ નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન (નાટો) કે જેને નોર્થ એટલાન્ટિક એલાયન્સ કહેવાય છે તેના દ્વારા પ્રમાણિક શસ્ત્રોનું ઉત્પાદન સૌરાષ્ટ્રના રાજકોટમાં (Rajkot) થવાનું છે. એક મહિલા ઉદ્યોગ સાહસિક તેનું ઉત્પાદન એકમ રાજકોટમાં સ્થાપવાની પ્રક્રિયામાં છે. આ એકમ ભારતીય દળોના શસ્ત્રોના આધુનિકરણમાં મદદ (Help) કરવાનો હેતુ પણ ધરાવે છે. નાટોમાં 28 યુરોપિયન અને બે નોર્થ અમેરિકન મળીને કુલ 30 સભ્યો છે. રાજકોટના શસ્ત્ર ઉત્પાદક એકમના સંચાલિકા પ્રીતિ પટેલ કહે છે કે અમને વિવિધ કેલિબરની શસ્ત્ર પ્રણાલીઓનું ઉત્પાદન કરવા માટે લાયસન્સ મળ્યું છે. અમે પ્લાન્ટ સ્થાપવા માટે 50 કરોડનું રોકાણ કરી રહ્યાં છીએ.

પટેલે કહ્યું હતું કે અમે પિસ્તોલ અને એસોલ્ટ રાઇફલ્સ પણ બનાવવાના છીએ. નાટો દત્તક ઉત્પાદનો બનાવવાનું લાયસન્સ હોવાનું પણ તેણીએ કહ્યું છે. પ્રીતિ પટેલ કહે છે કે જ્યારે અમારો પ્લાન્ટ 2023 સુધીમાં કાર્યરત થશે ત્યારે અમે સશસ્ત્રદળો માટે શ્રેણીબદ્ધ શસ્ત્રોનું ઉત્પાદન કરવાના છીએ. આ કંપની પાસે આર એન્ડ ડી તેમજ ઇનોવેશન સેલ છે. કંપનીએ હાલના શસ્ત્રોને અપગ્રેડ કરવા તેમજ આધુનિક બનાવવા ભારતીય જરૂરિયાતને અનુરૂપ નવી શસ્ત્ર પ્રણાલીઓની કાર્યક્ષમતા વધારવા સ્વદેશી રીતે ઉત્પાદનો ડિઝાઇન કર્યા છે. કંપની સંરક્ષણ ઉત્પાદન માટે મહિલાઓની ભાગીદારી વધારશે. આ માટે 35 જેટલી મહિલાઓને તાલીમ આપવામાં આવી રહી છે.

Most Popular

To Top