રાજકોટ : ગુજરાત એટીએસ અને દેવભૂમિ દ્વારકા એસઓજી (Dwarka SOG) એ નિશા ગોંડલીયા ફાયરિંગ કેસમાં 2 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. અને તેમની પાસેથી પિસ્તોલ પણ મળી આવી હતી. આ મામલામાં મટો ખુલાસો થયો છે કે, નિશા ગોંડલીયાએ જીતેન્દ્ર ગોરીયા નામના બિલ્ડર (builder) સાથે મળી જાતે જ પોતાના પર ફાયરિંગનું નાટક રચ્યું હતું. હાલ તો નાણાંકીય વ્યવહારને લઈ આ કર્યું હોવાનું સામે આવી રહ્યું છે. જો કે પોલીસે આ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.
નિશા ગોંડલીયા બીટ કોઈન મામલાના આરોપી શૈલેષ ભટ્ટની સબંધી પણ થાય છે અને તેને બીટ કોઈન લઈને કેટલાક ખુલાસાઓ પણ કર્યા હતા. ગુજરાત એટીએસ (Gujarat ATS) એ અયુબ દરજાદા અને મુકેશ ઉર્ફે મુકેશ સિંધી શર્મા નામના 2 વ્યક્તિઓની અમદાવાદના ઉજાલા સર્કલ પાસેથી ધરપકડ કરી લીધી છે. આ બંને આરોપીઓની જામ ખંભાળિયાના નિશા ગોંડલીયા ફાયરિંગ કેસમાં ધરપકડ કરી છે. અને પોલીયોસે પોતે સફળતા મેળવી હોય તેઉ વિચારી લીધું હતું. પરંતુ એટીએસ દ્વારા જ્યારે તપાસ કરવામાં આવી તો અન્ય ચોકાવનારા ખુલાસા સામે આવ્યા છે.
ગુજરાત એટીએસની તપાસમાં નિશા ગોંડલીયાએ જાતે ફાયરિંગ કરાવ્યા હોવાનું સામે આવ્યું છે. આ મામલો 29-11-2019નો છે અને જેમાં નિશા ગોંડલીયાએ આરોપ કર્યો હતો કે, તે પોતે જામનગરના કિરીટ જોશી હત્યા કેસમાં સાક્ષી છે જેમાં યશપાલ સિંહ જાડેજા કેસમાંથી ખસી જવા અને પુરાવા રજૂ ના કરવા દબાણ કરી રહ્યાં હોવાનું પણ જણાવ્યું હતું. સાથે જ એ પણ આરોપ કર્યો હતો કે, યશપાલ સિંહ અને જયેશ પટેલ અન્ય લોકો સાથે મળી તેને જાનથી મારવા હેતુ તેના ઉપર ફાયરિંગ કર્યું હતું.
જો કે તપાસમાં આખી વાત અલગ જ સામે આવી છે , જેમાં બહાર આવ્યું છે કે, નિશા ગોંડલીયા અને જામનગરના બિલ્ડર જીતેન્દ્ર ઉર્ફે લાલા ગોરીયા (Jitendra Goria) નું યશપાલ સિંહ અને જયેશ પટેલ સાથે નાણાંની લેવડ દેવડ બાબતે અણબનાવ થયો હતો, અને બાબલ ચાલી રહી હતી, તેને લઈ બંને ઉપર ફરિયાદ કરવા માટે નિશા ગોંડલીયાએ જીતેન્દ્ર ઉપર દબાણ કર્યું હતું. ત્યાર બાદ યશપાલ સિંહના નાના ભાઈના લગનના દિવસે જીતેન્દ્રએ પોતાના ડ્રાઈવર અયુબ અને મુકેશ શર્માને ઇનોવા કાર આપી એક પિસ્તોલ આપી અને નિશાની કાર પર એક રાઉન્ડ ફાયરિંગ કરી હતી. ત્યારે મળતી માહિતી મુજબ નિશા અને જીતેન્દ્રની પણ ધરપકડ થશે.