Gujarat

રાજકોટમાં માતા-પિતાની હેવાનિયતનો ભોગ બની યુવતી, 6 માસથી ઘરમાં પૂરી રાખી હતી

રાજકોટની (Rajkot) એક ભણેલી ગણેલી યુવતીને નર્ક જેવી સ્થિતિમાં જીવવા મજબૂર કરાઈ હતી. સાધુ વાસવાણી રોડ પર ઘરમાં પુરાયેલી યુવતીને (Girl) ગઈકાલે રેસ્ક્યૂ (Rescue) કરાઈ હતી. ત્યારે આજે યુવતીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. 6 માસ કરતા વધુ સમયથી યુવતીને ઘરમાં પૂરી રાખી હોવાનું સામે આવ્યું હતું. ઘરમાં યુવતીના રૂમમાંથી યુરિન ભરેલી કોથળીઓ પણ મળી આવી હતી. 

સભ્ય સમાજને શરમાવે તેવી ઘટના ફરી રાજકોટમાં બની છે. શહેરના સાધુ વાસવાણી રોડ પર એક 25 વર્ષીય CAનો અભ્યાસ કરતી યુવતીને તેના જ પરિવારે ગોંધી રાખી હતી. જેને સામાજિક સંસ્થાના જલ્પાબેને છોડાવી હતી. જેના કારણે સંસ્થા દ્રારા તેની સ્થિતિ જોવા તેના ઘરે પહોંચ્યા ત્યારે ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા હતા. આ યુવતી નર્કાગાર સ્થિતિમાં હતી. યુવતી મરણ શૈય્યા પર હોય તે રીતે તેને ઘરમાં રાખી હતી. જે સ્થળે આ યુવતીને રાખી હતી ત્યાં ખૂબ જ ગંદકી હતી. યુરીનની કોથળીઓ ભરેલી હતી. છ માસથી એક જ રૂમમાં પુરાયેલી યુવતીની જાણ પાડોશીઓને થઇ હતી. પાડાશીઓને યુવતીના ઘરમાંથી દુર્ગંધ આવતી હોવાથી સાથી સેવા ગ્રુપના જલ્પાબેન પટેલનો સંપર્ક કર્યો હતો. આથી જલ્પાબેન અને તેની ટીમ પોલીસ સાથે તેના ઘરે પહોંચી હતી. 

છ માસથી એક જ રૂમમાં પુરાયેલી યુવતીની જાણ પાડોશીઓને થઇ હતી. પાડાશીઓને યુવતીના ઘરમાંથી દુર્ગંધ આવતી હોવાથી સાથી સેવા ગ્રુપનાં જલ્પાબેન પટેલનો સંપર્ક કર્યો હતો, આથી જલ્પાબેન અને તેની ટીમ પોલીસ સાથે તેના ઘરે પહોંચી હતી, પરંતુ પરિવાર તેને અંદર આવવા દેતો નહોતો. જલ્પાબેન અને પરિવારના સભ્યો સાથે લાંબી રકઝક થઇ હતી. બાદમાં અંદર આવવા દીધા હતા. રૂમમાં પહોંચતાં જ સાથી સેવા ગ્રુપને મોઢામાંથી ફીણ નીકળી ગયેલી હાલતમાં યુવતી જોવા મળી હતી તેમજ તેની આજુબાજુમાં યુરિન ભરેલી કોથળીઓ અને ટબ જોવા મળ્યાં હતા.

25 વર્ષીય અલ્પા સેંજપાલ C.A.નો અભ્યાસ કરતી હતી, પરંતુ છ મહિનાથી એક જ રૂમમાં પુરાઇ હતી. છેલ્લા આઠ દિવસથી ખાધું-પીધું ન હોવાથી કોમામાં સરી પડેલી અને મોઢામાં ફીણ આવી ગયેલાની હાલતમાં મળી આવી હતી. બાદમાં સાથી સેવા ગ્રુપે અલ્પાને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડી હતી, જ્યાં આજે તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. યુવતી મળી આવી એ રૂમમાં આજુબાજુમાં યુરિન ભરેલી કોથળીઓ અને ટબ મળી આવ્યાં હોવાથી અંધશ્રદ્ધાની શંકા પણ સેવાઇ રહી છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top