Gujarat

રાજકોટ ગેમઝોન જમીનના માલિક અશોકસિંહ જાડેજા પોલીસમાં હાજર, પણ પજ્ઞાચક્ષુ નીકળતાં પોલીસ ચોંકી

ગાંધીનગર: રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ મામલે ગેમ ઝોનની જમીનના માલિક અશોકસિંહ જાડેજા પોલીસ સમક્ષ હાજર થતાં પોલીસે તેને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

  • રાજકોટ ગેમઝોન જમીનના માલિક અશોકસિંહ જાડેજા પોલીસમાં હાજર, પણ પજ્ઞાચક્ષુ નીકળતાં પોલીસ ચોંકી
  • ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરતી કોર્ટ, આરોપી અશોકસિંહ પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં કેવી રીતે ફરાર થયો, કોણે મદદ કરી તે દિશામાં તપાસ શરૂ

આ બનાવને મળતી માહિતી મુજબ રાજકોટના ચકચારભર્યા ગેમઝોન અગ્નિકાંડ કેસમાં નાસતા ફરતા આરોપી અશોકસિંહ જાડેજા આખરે પોલીસ સમક્ષ હાજર થયો હતો.પોલીસે આરોપી અશોકસિંહ જાડેજાને કોર્ટમાં રજુ કરી સાત દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જોકે રજૂઆતના અંતે કોર્ટે આરોપી અશોકસિંહ જાડેજાના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

પોલીસ સમક્ષ હાજર થયેલા આરોપી અશોકસિંહ જાડેજાની મેડિકલ તપાસ કરતા અશોકસિંહ જાડેજા પ્રજ્ઞાચક્ષુ હોવાનું તેમજ તે 50 ટકા ઓછું સાંભળતો હોવાનું બહાર આવ્યું છે. અશોકસિંહ જાડેજાની મેડિકલ તપાસ બાદ તે પ્રજ્ઞાચક્ષુ હોવાની વાત બહાર આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી, અને પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે, આરોપી અશોકસિંહ જાડેજા પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં તે કઈ રીતે ફરાર થયો, તેને લઈને કોઈ ફરાર થયુ હશે. આરોપી અશોકસિંહ જાડેજાની ફરાર થવામાં કોણે મદદ કરી તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top