Gujarat

રાજકોટમાં 12 થી 14 સપ્ટેમ્બર દરમ્યાન સ્પોર્ટસ એક્ટિવેશન પ્રોગ્રામ્સ યોજાશે

ગાંધીનગર : નેશનલ ગેમ્સ–૨૦૨૨ અંતર્ગત રાજકોટ (Rajkot) ખાતે તા. ૨જીથી ૯ ઓક્ટોબર દરમ્યાન હોકી તેમજ સ્વિમિંગની ૫૧ જેટલી ઈવેન્ટ્સ (Events) યોજાવા જઈ રહી છે. જેમાં ૨૬૦૦થી વધુ ખેલાડીઓ, કોચ તેમજ સ્પોર્ટસ ઓફિસિયલ્સ રાજકોટના મહેમાન બનશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે ૩૬મી નેશનલ ગેમ્સના મેસ્કોટ અને એન્થમનું લૉન્ચિંગ કરવામાં આવ્યું હતું.

ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના નેજા હેઠળ ગુજરાત ઓલિમ્પિક એસોસિએશન દ્વારા નેશનલ ગેમ્સ આયોજન અર્થે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર અને મહાનગરપાલિકાનું ભવ્ય આયોજન હાથ ધરાયું છે. રાજકોટ ખાતે નેશનલ ગેમ્સ પૂર્વે નેશનલ ગેમ્સ અને સ્પોર્ટસનું મહત્વ નાગરિકોને સમજાય તે માટે તા. ૧૨ થી ૧૪ સપ્ટેમ્બર દરમ્યાન સ્પોર્ટસ એક્ટિવેશન પ્રોગ્રામ્સ યોજાશે. જેમાં તા. ૧૨ના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, તા. ૧૩ના રોજ મહિલા કોલેજ, મારવાડી તેમજ આર.કે. યુનિવર્સિટી તેમજ તા. ૧૪ ના રોજ ધોરાજી તેમજ પડધરી ખાતે મેસ્કોટ નિદર્શન, નેશનલ થીમ સોન્ગ, ફિટ ઇન્ડિયા ઓથ સહીત વિવિધ ઈવેન્ટ્સ યોજાશે. આજ રીતે તા. ૧૫ થી ૧૭ સપ્ટેમ્બર દરમ્યાન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્પોર્ટસ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ રમતગમતો યોજાશે. જેમાં રાજકોટના ખેલાડીઓ ઉપરાંત સ્પોર્ટસ એઓસિએશન દ્વારા વિવિધ કાર્યક્રમો હાથ ધરાશે.
રેસકોર્સ સ્થિત ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હોકી ગ્રાઉન્ડ પર તા. ૧૦ સપ્ટેમ્બરથી હોકી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના અગ્રણી ૩૦ બોયઝ અને ૩૦ ગર્લ્સ ખેલાડીઓ સહભાગી બનશે. સરદાર પટેલ સ્વિમિંગ કોમ્પ્લેક્ષ ખાતે સ્વિમિંગની વિવિધ ઈવેન્ટ્સ યોજાવા જઈ રહી છે, જેમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત માના પટેલ સહિતના સ્વિમર્સ રાજકોટ ખાતેની સ્પર્ધામાં ભાગ લેવા આવશે.

Most Popular

To Top