રાજકોટના ઉદ્યોગપતિઓનો વાયરલ થયેલા એક વીડિયોએ રાજ્યભરમાં ચર્ચા જગાવી છે. રંગીલા રાજકોટના અય્યાશ ઉદ્યોગપતિઓએ અહીંની એક લક્ઝુરીયસ હોટલમાં ન્યૂડ પાર્ટી કરી હતી. સ્પેશ્યિલી મુંબઈથી મોડલને બોલાવી શોખીનોએ અય્યાશી કરી હતી. (Rajkot Businessman Nude Dance Party with Mumbai Model Goes Video Viral) કોઈકે હોટલની સામેની ઈમારતમાંથી ન્યૂડ પાર્ટીનો વીડિયો ઉતારી તે વાયરલ કરી દેતાં ચકચાર મચી ગઈ છે. વીડિયો જોઈ પોલીસ પણ સફાળી જાગી છે અને હોટલમાં જઈને તપાસ શરૂ કરી દીધી છે.
રાજકોટથી મળતી માહિતી મુજબ અહીંના યાજ્ઞિક રોડ પર આવેલી હોટલ ઈમ્પિરીયલ પેલેસમાં ન્યૂડ ડાન્સ કરતી યુવતીનો વીડિયો ગુરુવારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જોતજોતામાં આ વીડિયોએ રાજ્યભરમાં ચકચાર જગાવી હતી. વાત પોલીસ સુધી પહોંચી હતી. વીડિયો રાજકોટની ઈમ્પિરીયલ પેલેસ હોટલ હોવાનું બહાર આવતા રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની ટીમ હોટલ પર દોડી ગઈ હતી.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર રાજકોટના કેટલાંક રંગીન ઉદ્યોગપતિઓએ ન્યૂડ પાર્ટીનું આયોજન કર્યું હતું. મુંબઈથી દૂધ જેવી સફેદ મોડલને બોલાવવામાં આવી હતી. આ યુવતી નગ્ન થઈ ડાન્સ કરી રહી હતી ત્યારે જ કોઈકે વીડિયો ઉતારી દીધો હતો, જે વાયરલ થયો હતો.
એવી પણ માહિતી મળી છે કે વરસાદના મસ્ત માહોલમાં મોરબીમાં ન્યૂડ ડાન્સ પાર્ટી યોજવાનું પ્લાનિંગ હતું, પરંતુ અતિભારે વરસાદ થતાં રાજકોટની ઈમ્પિરીયલ હોટલમાં પાર્ટીનું આયોજન કરાયું હતું. એવી પણ વાત જાણવા મળી છે કે હોટલના 608 નંબરના રૂમમાં આ પાર્ટી થઈ હતી. આ રૂમનું એક રાતનું 20,000 ભાડુ ઉદ્યોગપતિઓએ ચૂકવ્યું હતું. આ એક પ્રકારની રેવ પાર્ટી જ હતી, જેમાં મોડલ અને ઉદ્યોગપતિઓએ માદક પદાર્થનો નશો કર્યો હોવાનું પણ લાગી રહ્યું છે. યુવતી રાતના 12 વાગ્યે મુંબઈથી રાજકોટ આવી અને સવારે 6 વાગ્યા સુધી પાર્ટી કર્યા બાદ પરત મુંબઈ જતી રહી હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસે હોટલના રજિસ્ટરના આધારે તપાસ શરૂ કરી છે. વીડિયો બન્યો તે રાત્રે હોટલના 608 રૂમ કોણે બુક કરાવ્યો હતો. કોણ આવ્યું કોણ ગયું તે વિશે રજીસ્ટર અને સીસીટીવીની મદદથી પોલીસ તપાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે આ સાથે આગામી તપાસમાં પોલીસ દ્વારા આ વાઇરલ ન્યૂડ વીડિયો કોના દ્વારા અને ક્યાં સમયે ઉતારવામાં આવ્યો હતો એ દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવે તેવી શક્યતા સેવાય રહી છે.