Gujarat

રાજીવ સાતવની પાંખો કપાઇ, છત્તીસગઢના ગૃહમંત્રી તામ્રધ્વજ શાહુને નિરીક્ષક બનાવાયા

GANDHINAGAR : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઇને કોંગ્રેસ હાઇકમાન્ડે પ્રદેશ નિરીક્ષક તરીકે છત્તીસગઢના ગૃહમંત્રી તામ્રધ્વજ શાહુ (tamradhwaj sahu) ની નિમણૂક કરી છે. સાથે જ તેઓને કેમ્પેઇન કમિટીના નિરીક્ષક પણ બનાવાયા છે. પ્રદેશ કોંગ્રેસ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઇને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી આંતરિક જૂથવાદ અને આંતરિક ડખાને ધ્યાને રાખીને કોંગ્રેસ હાઇકમાન્ડે સૌપ્રથમ વખત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે તામ્રધ્વજ શાહુની નિરીક્ષક તરીકે બેસાડી દેતાં પ્રદેશ નેતાગીરીમાં સોપો પડી ગયો છે.

આ નિમણૂકને પગલે પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવની પાંખો કપાય હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પ્રદેશ કોંગ્રેસ પ્રભારી તરીકે છેલ્લા ઘણા સમયથી રાજીવ સાતવ (RAJIV SATAV) કામ કરી રહ્યા છે, પરંતુ પ્રભારી તરીકે તેમની સામે અનેક સવાલો ઉભા થયા હતા છે. રાજીવ સાતવના પ્રભારીકાળ દરમિયાન કોંગ્રેસમાંથી ધારાસભ્યોનો પક્ષ પલટો કરવાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો હતો. ધારાસભ્યોને પક્ષમાં સાચવી રાખવા માટે પ્રભારી રાજીવ સાતવ નિષ્ફળ નિવડયા હોવાનું મનાઈ રહ્યું છે. સાથે જ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાની પણ કામગીરી નબળી હોવા નબળી રહી હોવાનું કોંગ્રેસના આંતરિક વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.

ગત વિધાનસભાની ચૂંટણીમાં તેમજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં કોંગ્રેસનો ખૂબ જ અસરકારક પ્રભાવ રહ્યો હતો, અને ભાજપ કરતાં પણ ખૂબ સારો દેખાવ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યારબાદ કોંગ્રેસમાં આતરિક જૂથવાદને પગલે અગ્રણી નેતાઓ પ્રજા સાથેનો સીધો સંપર્ક જાળવવો જોઈતો હતો તે જાળવી શક્યા નથી, તેમજ પ્રજાના પ્રશ્નોને વાચા આપવામાં ક્યાંકને ક્યાંક નિષ્ફળ રહ્યાં છે. આ ઉપરાંત ધારાસભ્યના પક્ષ પલટામાં પણ પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ દ્વારા શરૂઆતના તબક્કે જ કોઈ અસરકારક પગલા લેવામાં આવ્યા ન હતા. જેના પગલે લગભગ કોંગ્રેસના ૨૦થી વધુ ધારાસભ્યો પાર્ટી છોડી ચાલ્યા ગયા છે. કોંગ્રેસ હાઈકમાન્ડ હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રદેશકક્ષાએ કોઈપણ પ્રકારનો જૂથવાદ કે આંતરિક ખટપટને ચલાવી લેવા માંગતી નથી.


Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top