ગાંધીનગર(Gandhinagar): રાજયમાં હાલમાં જાણે કે ઘીમી ગતિએ હવે ગરમી શરૂ થઈ રહી હોય તેવો અનુભવ થઈ રહ્યો છે. જોકે ચાર દિવસ પછી ફરી પાછી ઠંડીનો અનુભવ થાય તેવી વકી છે. રાજયમાં આજે ચારેક શહેરોમાં 15 ડિગ્રીની આસપાસ ઠંડી અનુભવાઈ છે. જેમાં ગાંધીનગર, વડોદરા , વલસાડ , નલિયા અને કેશોદનો સમાવેશ થાય છે. બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. જયારે વહેલી સવારે હજુયે તીવ્ર ઠંડીના સુસવાટા વાઈ રહ્યા છે.
અમદાવાદના એરપોર્ટ કેમ્પસમાં આવેલા હવામાન વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે રાજયના અન્ય શહેરો પૈકી અમદાવાદમાં 16 ડિ.સે., ડીસામાં 16 ડિ.સે., ગાંધીનગરમાં 15 ડિ.સે., વલ્લભ વિદ્યાનગરમાં 17 ડિ.સે., વડોદરામાં 15 ડિ.સે., સુરતમાં 19 ડિ.સે., વલસાડમાં 15 ડિ.સે., ભૂજમાં 18 ડિ.સે., નલિયામાં 15 ડિ.સે., કંડલા પોર્ટ 18 ડિ.સે., કંડલા એરપોર્ટ પર 17 ડિ.સે., અમરેલી 16 ડિ.સે., ભાવનગરમાં 17 ડિ.સે. ,રાજકોટમાં 17 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 16 ડિ.સે., અને કેશોદમાં 15 ડિ.સે. લધુત્તમ તાપમાન નોંધાવવા પામ્યું હતું.
રાજ્યના પાંચ શહેરોમાં 15 ડિગ્રી ઠંડી , ચાર દિ’ પછી ઠંડીનો પારો 3 ડિગ્રી વધશે
By
Posted on