National

રાજસ્થાનમાં ગેંગસ્ટર રાજુ ઠેઠની હત્યા પછી પોલીસ એકશન મોડમાં: બેની ધરપકડ

નવી દિલ્હી: રાજસ્થાનના (Rajasthan) સીકર જિલ્લામાં ગેંગસ્ટર રાજુ ઠેઠની હત્યા (Murder) પછી પોલીસ (Police) એકશન મોડમાં આવી ગઈ છે. મળતી માહિતી મુજબ રવિવારના રોજ પોલીસે બે આરોપીઓની ઘરપકડ કરી છે. આ ઉપરાંત માહિતી મળી આવી છે કે એક આરોપીએ તેની રેકી કરી હતી જયારે બીજા આરોપીએ તેની ઉપર ફાયરિંગ કર્યું હતું. પોલીસે બંને આરોપીના નામની પુષ્ટિ નથી કરી. કારણકે પોલીસ બીજા ત્રણ આરોપીઓની શોધખોળ કરી રહી છે.

સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે ક્રાઈમબ્રાંચના પોલીસ અધિકારી રવિ પ્રકાશ મહેરદા તેમજ જયપુરના એક પોલીસ અધિકારી અજયપાલા સીકર જવા માટે રવાના થઈ ગયા છે. આ ઉપરાંત પોલીસે રાજુ ઠેઠની હત્યા કરનાર ચાર આરોપીઓની ઓળખ પોલીસે કરી લીધી છે. જાણકારી મળી આવી છે કે ચારેય શુટર્સ હરિયાણાના રહેવાસી છે. આ ઉપરાંત ગેંગવોરના આરોપીઓની ઓળખ હિમાંશું, સતીષ, જતિન તેમજ નવીન ઉર્ફે બોકસરના નામની થઈ છે. જયારે બીજા બે આરોપી એટલેકે હિમાંશું અને સતીષે રાજુ ઠેઠનાા ઘરની સામે સ્થિત સીએલસી કોચિંગમાં પોતાનું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.

સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે આ હત્યાની જવાબદારી લોરેન્સ ગ્રુપના હિસ્ટ્રીશીટર રોહિત ગોદારા નામના ફેસબુક આઈડી પરથી લેવામાં આવી છે. આનંદપાલ અને બલબીર બાનુડાની હત્યાનો બદલો લેવામાં આવ્યો એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રોહિત ગોદરાએ લખ્યું છે કે હું હત્યાની જવાબદારી લઉં છું. વઘારામાં તેણે જણાવ્યું બદલો પૂર્ણ થઈ ગયો છે. ઘટનાની જવાબદારી લેનાર રોહિત ગોદારા હાલમાં અઝરબૈજાનના લોરેસ અને ગોલ્ડીની ક્રાઈમ કંપની ચલાવે છે, તે ભારતમાં વોન્ટેડ છે. ફરાર થવા દરમિયાન દીપક ટીનુને આશ્રય અને ગ્રેનેડ આપવામાં રોહિતનો હાથ હતો.

જાણકારી મળી આવી છે કે ગેંગસ્ટર રાજુ ઠેઠ અને આનંદપાલ વચ્ચે દુશ્મનાવટ હતી. આનંદપાલની હત્યા બાદ તેની ગર્લફ્રેન્ડ લેડી ડોન અનુરાધાએ લોરેન્સ બિશ્નોઈ અને કાલા જાથેડી સાથે હાથ મિલાવ્યા હતા. સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે લોરેન્સ અને કાલા જાથેડી ગેંગે મળીને રાજુ ઠેઠની હત્યા કરી છે. પરંતુ લેડી ડોન અનુરાધાએ આ હત્યામાં તેની ભૂમિકા હોવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. તેણે જણાવ્યું કે તેણીએ ગુનાના માર્ગ છોડી દીધા છે. અનુરાધાએ કહ્યું છે કે મારે આ હત્યાકાંડ સાથે કોઈ લેવાદેવા નથી. મેં હવે ગુનાનો માર્ગ છોડી દીધો છે.

Most Popular

To Top