Vadodara

SSGમાં નર્સિંગ સ્ટાફની હડતાળના કારણે રાજસ્થાનના આધેડ દર્દીનું ઓપરેશન પડતું મુકાયું

વડોદરા : રાજસ્થાનથી મ્યુકોરમાયકોસિસની સારવાર કરાવવા સયાજી હોસ્પિટલમાં આવેલ દર્દીનું નર્સિંગ સ્ટાફની હડતાળના કારણે ઓપરેશન કેન્સલ થતા પરિવારજનો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. જ્યારે દર્દીને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. જ્યારે બે દિવસ બાદ ઓપરેશન થશેનું પરિવારજનોને જણાવાયું હતું.

રાજસ્થાનના બાસવાડાના રહેવાસી વિમાલસિંહ ગઢવી મ્યુકોરમાયકોસીસની બીમારીથી પીડાઈ રહ્યા છે. વિમલસિંહની છેલ્લા 7 દિવસથી વડોદરાની SSG હોસ્પિટલમાં મ્યુકરમાયકોસીસની સારવાર ચાલી રહી છે.ત્યારે મંગળવારે વિમલસિંહનું ઓપરેશન હોઈ તબીબે ગઈકાલ સાંજના 7 વાગ્યા બાદ પાણી અને જમવાનું બંધ કરાવી દીધું હતું.જોકે એસેસજી હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફ હડતાળ પર ઉતરતા વિમલસિંઘનું ઓપરેશન ટલ્લે ચડ્યું છે. દર્દીના પરિવારજનોને ઓપરેશન ક્યારે થશે તેનો પણ યોગ્ય જવાબ આપવામાં આવતો ન હતો.આખરે કલાકો વીત્યા બાદ તેમણે નર્સિંગ સ્ટાફની હડતાળ સમેટાયા બાદ અંદાજીત 2 દિવસ પછી ઓપરેશન થશે તેવી માહિતી અપાઈ હતી.તો બીજી તરફ એસેસજી હોસ્પિટલના તબીબ ડો.હર્ષિલ શાહે નર્સિંગ સ્ટાફની હડતાળના કારણે તમામ ઓપરેશન કેન્સલ કરાયા હોવાનું જણાવ્યું હતું.

એક તરફ કોરોના મહામારી અને બીજીતરફ મ્યુકરમાયકોસીસની બીમારી જે ગતિએ વધી રહી છે.ત્યારે નર્સિંગ સ્ટાફ હડતાળ પર ઉતરતા દર્દીઓને હાલાકી પડી રહી છે. મ્યુકોરમાઈકોસીસ જેવી ગંભીર બીમારીમાં ઓપરેશન અટકે તો દર્દીમાં ફંગસ વધુ ફેલાય શકે છે. તો હવે દર્દીઓના ઓપરેશનના થાય અને જો કોઈ દર્દીએ જીવ ગુમાવવો પડે તો તેના માટે જવાબદાર કોણ ?

Most Popular

To Top