National

રાજસ્થાન: ન્યાયતંત્ર પર કરેલી ટિપ્પણી સામે CM અશોક ગેહલોતને હાઈકોર્ટની નોટિસ

સીએમ અશોક ગેહલોતની (Ashok Gehlot) ન્યાયતંત્ર પર કરેલી ટિપ્પણી સામે એડવોકેટ (Advocate) એસસી ગુપ્તાએ રાજસ્થાન હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. હાઈકોર્ટે (High Court) અરજી સ્વીકારી લીધી છે અને રાજસ્થાનનાં (Rajasthan) સીએમ અશોક ગેહલોતને નોટિસ ફટકારી છે. સીએમ અશોક ગેહલોતને જયપુર હાઈકોર્ટની ડિવિઝન બેંચે ન્યાયતંત્ર પર ટિપ્પણી કરવાના મામલે નોટિસ જારી કરી છે. એક અરજી પર સુનાવણી કરતા જસ્ટિસ એમએમ શ્રીવાસ્તવ અને જસ્ટિસ આશુતોષ કુમારની ડિવિઝન બેંચે સુનાવણીની તારીખ 3 ઓક્ટોબર નક્કી કરી છે.

  • સીએમ અશોક ગેહલોતને જયપુર હાઈકોર્ટની ડિવિઝન બેંચે ન્યાયતંત્ર પર ટિપ્પણી કરવાના મામલે નોટિસ જારી કરી
  • 30 ઓગસ્ટે મીડિયાને આપેલા એક નિવેદનમાં ગેહલોતે કહ્યું હતું કે ન્યાયતંત્ર ભ્રષ્ટાચાર સામે ઝઝૂમી રહ્યું છે

વાસ્તવમાં તાજેતરમાં જ સીએમ અશોક ગેહલોતે ન્યાયતંત્ર પર ટિપ્પણી કરી હતી. 30 ઓગસ્ટે મીડિયાને આપેલા એક નિવેદનમાં ગેહલોતે કહ્યું હતું કે ન્યાયતંત્ર ભ્રષ્ટાચાર સામે ઝઝૂમી રહ્યું છે. મેં સાંભળ્યું છે કે ઘણા વકીલો જે ચુકાદો લખીને કોર્ટમાં લઈ જાય છે કોર્ટમાંથી એજ ચુકાદો આવે છે. નીચલી કે ઉપલી અદાલતોમાં પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે. સીએમના આ નિવેદન સામે એડવોકેટ એસસી ગુપ્તાએ રાજસ્થાન હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટે અરજી સ્વીકારી લીધી છે અને સીએમ અશોક ગેહલોતને નોટિસ ફટકારી છે. આ મામલે જયપુર હાઈકોર્ટની ડિવિઝનલ બેંચમાં 3 અઠવાડિયા પછી સુનાવણી થશે.

ગેહલોતે નિવેદન અંગે સ્પષ્ટતા આપી હતી
આ નિવેદનનો વિરોધ થતાં સીએમ ગેહલોતે સ્પષ્ટતા પણ આપી હતી. 31 ઓગસ્ટે તેમણે ટ્વિટ કર્યું હતું કે ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર અંગે મેં જે કહ્યું તે મારો અંગત અભિપ્રાય નથી. મેં હંમેશા ન્યાયતંત્રનું સન્માન અને વિશ્વાસ કર્યો છે. સમયાંતરે સુપ્રીમ કોર્ટના ઘણા નિવૃત્ત ન્યાયાધીશો અને નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશોએ પણ ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર અંગે ટિપ્પણી કરી છે અને ચિંતા વ્યક્ત કરી છે.

મને ન્યાયતંત્રમાં એટલો વિશ્વાસ છે કે મુખ્ય પ્રધાન તરીકે ન્યાયાધીશોની નિમણૂક માટે અમારી પાસે ટિપ્પણી માટે આવતા હાઈકોર્ટ કોલેજિયમના નામો પર પણ મેં ક્યારેય કોઈ પ્રતિકૂળ ટિપ્પણી કરી નથી. હું સ્પષ્ટપણે માનું છું કે દરેક નાગરિકે ન્યાયતંત્રનું સન્માન અને તેમાં વિશ્વાસ રાખવો જોઈએ તેનાથી લોકશાહી મજબૂત થશે.

Most Popular

To Top