રાજ કુંદ્રા પોર્ન કેસ: હવે ગુજરાતના ઉદ્યોગપતિનો પણ કુંદ્રા એન્ડ કંપની વિરુદ્ધ છેતરપિંડીનો દાવો – Gujaratmitra Daily Newspaper

National

રાજ કુંદ્રા પોર્ન કેસ: હવે ગુજરાતના ઉદ્યોગપતિનો પણ કુંદ્રા એન્ડ કંપની વિરુદ્ધ છેતરપિંડીનો દાવો

એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી (Shilpa shatty)ના પતિ રાજ કુંદ્રા (Raj kundra)ની મુશ્કેલીઓમાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં એક તરફ પોર્ન ફિલ્મ (Porn film) કેસમાં રોજે રોજ નવા ખુલાસા થઇ રહ્યા છે, ત્યાં મુંબઈ ક્રાઈમ બ્રાંચ (Mumbai crime branch)ની ધરપકડ અને ગંભીર આક્ષેપો બાદ અમદાવાદ, ગુજરાત (Gujarat)ના એક ઉદ્યોગપતિએ રાજ કુંદ્રાની કંપની પર 3 લાખ રૂપિયાની છેતરપિંડી (Fraud) કરવાનો આરોપ લગાવ્યો છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગુજરાતના ઉદ્યોગપતિ હિરેન પરમારે તેની ફરિયાદ ઓનલાઇન નોંધાવી છે. તેણે આરોપ લગાવ્યો છે કે વિઆન ઇન્ડસ્ટ્રીઝે તેને ઓનલાઇન ગેમ ‘ગેમ ઓફ ડોટ’નો ડિસ્ટ્રિબ્યુટર બનાવવાનું વચન આપ્યું હતું. પરંતુ કંપનીએ પોતાનું વચન પાળ્યું ન હતું, ત્યારબાદ તેણે તેના 3 લાખ રૂપિયા પાછા માંગ્યા, જો કે ત્યારપછી કંપની તરફથી કોઈ પ્રતિક્રિયા મળી નથી. ગુજરાતના ઉદ્યોગપતિ હિરેન પરમારે પોતાની ફરિયાદમાં કહ્યું છે કે વર્ષ 2019 માં ગુજરાત સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી પરંતુ તેના પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. પોલીસે પણ જણાવ્યું હતું કે હિરેને રાજ કુન્દ્રાની ધરપકડ બાદ મુંબઈ ક્રાઈમ બ્રાંચનો સંપર્ક કરીને આ ઘટના વિષે વિસ્તૃત માહિતી આપી હતી. પરમારે એમ પણ આરોપ લગાવ્યો છે કે રાજ કુંદ્રાની કંપનીએ અન્ય લોકોને પણ છેતર્યા છે અને કરોડો રૂપિયાની ઉચાપત કરી છે.

અંધેરીમાં પોલીસને 120 એડલ્ટ મૂવીઝ મળી આવી

રાજ કુંદ્રા વિશે દરરોજ નવા અપડેટ્સ બહાર આવી રહ્યા છે. નવી માહિતી અનુસાર પોલીસે ફેબ્રુઆરીમાં આ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. આ પછી રાજ કુન્દ્રા તેની યોજના બી સાથે તૈયાર હતો. મુંબઈ ક્રાઈમ બ્રાંચે અંધેરીમાં રાજ કુંદ્રાની ઓફિસમાંથી હોટશોટ બેનર હેઠળ 120 એડલ્ટ ફિલ્મો શોધી કાઢી હતી. પોર્નોગ્રાફી રેકેટની તપાસ કરનારી મુંબઇ ક્રાઈમ બ્રાંચને ટાંકતા સૂત્રોએ જણાવ્યું હતું કે ફેબ્રુઆરીમાં રેકેટ ઝડપાય જતાં રાજ કુંદ્રા તેની બીજી યોજના સાથે તૈયાર હતો. પ્લાન બી માટેની સામગ્રીની તૈયારી શરૂ થઈ ગઈ હતી.  રાજ કુંદ્રાએ નવી એપનું નામ પણ સૂચવ્યું અને તેના પર કામ કરવાનું શરૂ કર્યું હતું. દરમિયાન, જૂનો ડેટા પણ કાઢી નાખવામાં આવ્યો હતો. 

ઉલ્લેખનીય છે કે આ વ્યવસાય રાજ ​​કુંદ્રા અને કંપનીને સારો નફો આપતો હતો, તેથી તેમનું જૂથ ઇચ્છતું હતું કે તેઓ સતત તેના પર કામ કરે. મુંબઈ ક્રાઈમ બ્રાંચે અંધેરીમાં રાજ કુંદ્રાની ઓફિસ પર દરોડા પાડ્યા ત્યાં સુધીમાં ઘણા બધા ડેટા ડીલીટ કરી નાખવામાં આવ્યા હતા. આ ડેટા પાછા મેળવવા પોલીસ ફોરેન્સિક નિષ્ણાતોની મદદ લઈ રહી છે. જેમાં હમણાં સુધી મુંબઈ ક્રાઈમ બ્રાંચે 120 એડલ્ટ મૂવીઝ રિકવર કરી છે.

Most Popular

To Top