Gujarat

તળાજામાં કોઝવેમાં પૂરના પાણીમાં કાર તણાઈ, ત્રણના મોત, સુરેન્દ્રનગરમાં નર્મદા કેનાલમાં બે ડૂબ્યા

ગાંધીનગર: સુરેન્દ્રનગરમાં જિલ્લામાં લીંબડી તથા ચૂડા પંથકમાં 3થી 4 ઈંચ વરસાદ (Rain) થયો છે. જેના પગલે નદીઓમાં (River) નવા નીર આવ્યા છે. બીજી તરફ આજે સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના બાવળી ગામ (Village) પાસેથી પસાર થઈ રેહલી નર્મદા કેનાલમાં (Canal) બે મિત્રોનું ડૂબી જવાથી મૃત્યુ થયુ હતું. બીજી ઘટનામાં ભાવનગરના તળાજા તાલુકાના જૂની કામરોલ ગામે આવેલ ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના પગલે કોઝવેના ધસમસતા પાણીના પ્રવાહમાં કાર (car) તણાઈ જતા ત્રણ વ્યક્તિઓના મોત થયા છે.

આજે સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના બાવળી ગામ પાસેથી પસાર થઈ રેહલી નર્મદા કેનાલમાં બે મિત્રોનું ડૂબી જવાથી મૃત્યુ થયુ હતું. ખેતરમા ખેત મજૂરી કરતો એક પરપ્રાંતીય યુવક ડૂબતા તેને બચાવવા જતાં બીજો પણ પરપ્રાંતીય યુવક પણ ડૂબ્યો હતો. 8 કલાકની ભારે જેહમત બાદ બને યુવાનોના મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. સ્થાનિક તરવૈયા અને ધ્રાંગધ્રા નગરપાલિકા સહિતની ટીમે બને યુવકોના મૃતદેહને ભારે જહેમત બાદ કેનાલમાંથી બહાર કાઢયા હતા.

અન્ય બીજી ઘટનામાં ભાવનગરના તળાજા તાલુકાના જૂની કામરોલ ગામે આવેલ ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના પગલે કોઝવેના ધસમસતા પાણીના પ્રવાહમાં કાર તણાઈ જતા પાંચ લોકો ડૂબ્યા હતા, જેમાં બેનો આબાદ બચાવ થયો જ્યારે ત્રણ વ્યક્તિઓના મોત થયા છે. પોલીસ સૂત્રોએ જણાવ્યા અનુસાર મૃતકો તળાજા તાલુકાના પાવઠી ગામના વતની હોવાનું જાણવા મળ્યું છે. ત્રણ વ્યક્તિઓમાં બે મહિલા અને એક બાળકનો સમાવેશ થાય છે. પાવઠી ગામના કુલ પાંચ વ્યક્તિઓ જૂની કામરોલ ગામે દર્શને ગયા હતા.

લીંબડી પાસે ઉપરવાસનું પાણી ફરી વળતા ફસાયેલા 7 લોકોને રેસક્યૂ કરાયા
ગાંધીનગર: સુરેન્દ્રનગરમાં લીંબડી પાસે ઉપરવાસમાં થયેલા વરસાદના પગલે પાણી ફરી વળતા ટોકરાળા ગામે સર્વિસ રોડ પર સાત લોકો ફસાઈ ગયા હતા. જો કે તેઓને જેસીબીની મદદ વડે બચાવી લેવાયા છે. લીંબડી અને ચૂડા પંથકમાં ભારે વરસાદ થયો છે. જેના પગલે ઉપરવાસમાં આવેલા પાણીના પગલે ટોકરાળા ગામે સાત લોકો ફસાઈ ગયા હતા.

લીંબડીના ટોકરાળા ગામના સર્વિસ રોડ ઉપર પાણી આવી જતાં સામેની નર્મદા કેનાલ ઉપર 7 વ્યક્તિઓ ફસાઈ ગયા હતા. જેથી સરપંચ સહિતના લોકોએ JCBની મદદથી લીધી. બન્ને બાજુ એક-એક JCB રાખી લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ફસાયેલા 7 લોકોને JCBના પાવડામાં બેસાડીને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

Most Popular

To Top