SURAT

વીજળીના કડાકાભડાકા સાથે સાંજે મેઘરાજા વરસ્યા: છ વૃક્ષ ધરાશાયી

સુરત : ગુરૂવારની સાંજે સાતથી આઠ વાગ્યાના આરસામાં વરસાદ (Rain) સાથે જોરદાર પવન (Strong Wind) ફૂંકાયો હતો. જેના કારણે ઠેર ઠેર વૃક્ષ (Tree) તૂટી પડવાના (Brokan Down) બનાવો બનતા ફાયર બ્રિગેડની(Fair) ટીમો દોડતી રહી હતી. મળતી વિગતો અનુસાર રાંદેર રોડ પર મનપાના કોમ્યુનિટી હોલ પાસે, ડભોલી ગામ વિરામ નગર, પાલમાં મધુવન સર્કલ ગ્રીન આર્કેટ, જહાંગીરપુરા અંજની હાઇટ, પાંડેસરા પીયુષ પોઇન્ટથી જીઆઇડીસી જતા રસ્તા પર અને સીમાડા નાકા બીઆરટીએસ જંકશન નજીક કેનાલ રોડ પર વૃક્ષો તૂટી પડ્યા હતા.

શ્રીજી વિસર્જન પહેલાં જ પૂર્વ સંધ્યાએ સુરતમાં વીજળીના કડાકાભડાકા સાથે મેઘરાજા વરસ્યા
સુરત: સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ગુરુવારે એકાએક સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. સાંજે તો કાળાડિબાંગ વાદળો અને વીજળીના કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. વાદળોને કારણે અંધારૂં છવાઈ જવા પામ્યું હતું.હવામાન વિભાગના જણાવ્યા મુજબ, શહેર અને જિલ્લામાં છેલ્લા અઠવાડિયાથી વરસાદની આગાહી વચ્ચે છૂટાછવાયાં ઝાપટાં અને તડકો અનુભવાઈ રહ્યો છે. બપોરે તો અસહ્ય ગરમી અને ઉકળાટથી લોકો પરેશાન થઈ રહ્યા હતા. ગઈકાલે રાત્રે તો તાપમાનનો પારો 28 ડિગ્રીએ પહોંચતાં ફરજિયાત એસી ચાલુ કરવું પડે તેવી સ્થિતિ હતી. દરમિયાન ગુરુવારે સવારથી ઉકળાટ બાદ સાંજે આકાશ કાળાડિબાંદ વાદળોથી ઘેરાયું હતું.

આવતા અઠવાડિયે ત્રણ-ચાર દિવસ હવામાન વિભાગે વરસાદની આગાહી

સાંજે વીજળીના કડાકાભડાકા સાથે તોફાની વરસાદ નોંધાયો હતો. આગામી 11 તારીખ બાદ એટલે કે આવતા અઠવાડિયે ત્રણ-ચાર દિવસ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. ઓરિસ્સામાં લો પ્રેશર સિસ્ટમ ડેવલપ થતાં ધીમે ધીમે આગળ વધી છે. જે આગામી 11 તારીખે દક્ષિણ ગુજરાત અને મધ્યપ્રદેશ સુધી આવી પહોંચશે. જેને પગલે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આવતા અઠવાડિયે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુરુવારે સાંજે 6 વાગ્યા પહેલાં જિલ્લાના પલસાણા ખાતે 3 મીમી અને માંગરોળમાં 11 મીમી વરસાદ નોંધાયો હતો.

ડેમમાં 43 હજાર ક્યુસેક પાણીની આવક, સપાટી 338.22 ફૂટે પહોંચી

ઉકાઈ ડેમના ઉપરવાસમાં આવેલા બે-ત્રણ રેઈનગેજ સ્ટેશને વીતેલા ચોવીસ કલાકમાં વરસાદ નોંધાયો હતો. જેને કારણે હથનુર ડેમમાંથી 26 હજાર ક્યુસેક અને પ્રકાશામાંથી 29 હજાર ક્યુસેક પાણી છોડાયું હતું. ઉકાઈ ડેમમાં ગુરુવારે સાંજે 43 હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી. અને ડેમમાંથી 11 હજાર ક્યુસેક પાણી છોડવાનું ચાલુ રખાયું છે. ડેમની સપાટી હાલ 338.22 ફૂટે પહોંચી છે. ડેમ અત્યારે ભય લેવલથી માત્ર 6.80 ફૂટ નીચે છે.

Most Popular

To Top