સુરત: શહેર-જિલ્લામાં તથા ઉપરવાસમાં પણ વરસાદે (Rain) વિરામ (Stop) લીધો હતો. પરંતુ ઉપરવાસમાં વતેલા ચોવીસ કલાકમાં વરસાદ નોંધાતા ઉકાઈડેમમાં (Ukai Deme) પાણીની આવક 22 હજાર ક્યુસેક નોંધાઈ હતી. અને ડેમની સપાટી 337.28 ફુટે પહોંચી છે.શહેર અને જિલ્લાનાં વરસાદે વિરામ લીધો છે. પરંતુ ઉપરવાસમાં અઠવાડિયા બાદ ગઈકાલે ફરી વરસાદ નોંધાયો હતો. ઉકાઈ ડેમના ઉપરવાસમાં આવેલા કેટલાક રેઈનગેજ (Rain Gauge) સ્ટેશને વિતેલા ચોવીસ કલાકમાં સારો કહી શકાય તેવો વરસાદ નોંધાયો હતો.
ઉકાઈ ડેમમાં આજે ૨૨ હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઈ
ઉપરવાસમાં આવેલા ટેસ્કામાં ૩૧ મીમી, ચીકલધરામાં ૨૩ મીમી, ગોપાલખેડામાં ૧૯ મીમી, દેડતલાઈમાં ૨૬ મીમી, હથનુરમાં ૬૨ મીમી, દહીગાવમાં ૨૩ મીમી અને શેલગાવમાં ૧૩ મીમી જેટલો વરસાદ નોંધાયો હતો. જેને પગલે ઉકાઈ ડેમમાં આજે ૨૨ હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી. જેમમાં પાણીની ધીમી ધારે આવકને પગલે ઉકાઈ ડેમની સપાટી ૩૩૭.૨૮ ફુટ નોંધાઈ હતી. જ્યારે ડેમમાંથી ૬ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. હથનુર ડેમમાંથી ૧૫ હજાર અને પ્રકાશામાંથી ૨૩ હજાર ક્યુસેક પાણી છોડાયું હતું.
ઉકાઈ ડેમના 50 વર્ષ પૂર્ણતાના અવસરે અદ્વિતીય સિદ્ધિ હાંસલ થઈ
ક્ષિણ ગુજરાતની જીવાદોરી તાપી નદી પર કાર્યરત ઉકાઈ બંધ જળાયશયને આ વર્ષે 50 વર્ષ પુર્ણ થયા છે. આઝાદીના અમૃત કાળમાં ઉકાઈ ડેમના 50 વર્ષ પૂર્ણતાના અવસરે અદ્વિતીય સિદ્ધિ હાંસલ થઈ છે. ઓગસ્ટ માસમાં ઉકાઈ બંધ પરના હાઈડ્રો પાવર યુનિટ દ્વારા માસિક 224 મિલિયન યુનિટનુ રેકોર્ડ બ્રેક વીજ ઉત્પાદન કરવામાં આવ્યું છે. રાજ્યના જળસંપતિ મંત્રી ઋષિકેશ પટેલે આ સિદ્ધિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દુરંદેશિતાનું પરિણામ જણાવીને તમામ નાગરિકોને આ અવસરે શુભેચ્છાઓ પાઠવી છે.
હાઈડ્રો પાવર યુનિટો ચાલુ કરી વીજ ઉત્પાદન ચાલુ કરી દેવામાં આવ્યું
ચાલુ વર્ષે ચોમાસામાં સિંચાઈ અને વીજ વિભાગ દ્વારા મહત્તમ હાઈડ્રો પાવર ઉત્પાદન માટે આગોતરૂ આયોજન કરવામાં આવ્યું હતું. વીજ વિભાગ દ્વારા પણ તમામ ચારેય યુનિટની મરામતની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી હતી.આ વર્ષના ચોમાસામાં ઉપરવાસમાં વરસાદ થવાની સાથે જ હાઈડ્રો પાવર યુનિટો ચાલુ કરી વીજ ઉત્પાદન ચાલુ કરી દેવામાં આવ્યું છે.ઉકાઈડેમમાં પાણીની આવક 22 હજાર ક્યુસેક નોંધાઈ હતી. અને ડેમની સપાટી 337.28 ફુટે પહોંચી છે.શહેર અને જિલ્લાનાં વરસાદે વિરામ લીધો છે. પરંતુ ઉપરવાસમાં અઠવાડિયા બાદ ગઈકાલે ફરી વરસાદ નોંધાયો હતો