SURAT

વીજળીના ગડગડાટ સાથે સુરતમાં વહેલી સવારે વરસ્યો વરસાદ, 21 જિલ્લામાં વરસાદની આગાહી

આજે બુધવારે તા. 21 મેના રોજ વહેલી સવારે સુરત શહેરમાં વીજળીના ગડગડાટ સાથે જોરદાર વરસાદ વરસ્યો હતો. આગાહી મુજબ વરસાદ વરસ્યો હતો. જાણે ચોમાસું બેઠું હોય તેમ મેઘરાજા વરસ્યા હતા. વરસાદના લીધે લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. ઠેરઠેર ખાબોચિયા ભરાયા હતાં. મોર્નિંગ વોક પર નીકળેલા લોકો ભીંજાઈ ગયા હતા.

હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ હતી કે આગામી થોડા દિવસ ગુજરાતમાં વરસાદનું જોર વધશે, તે અનુસાર આજે સવારથી સુરત શહેર જિલ્લામાં વીજળીના ગડગડાટ સાથે જોરદાર વરસાદ વરસ્યો છે. નૈઋત્યના ચોમાસાનું આગમન થાય તે પહેલા જ રાજ્યમાં ચોમાસું જામ્યું હોય તેવો માહોલ છવાયો છે.

હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં વરસાદની સંભાવના છે. આગામી ચાર પાંચ દિવસમાં નૈઋત્યનું ચોમાસું કેરળ પહોંચી જાય તેવી શક્યતા છે. તેની અસર ગુજરાત પર પણ જોવા મળશે. ગુજરાત પર હાલ એક સાથે બબ્બે સિસ્ટમ સક્રિય થઈ હોવાના કારણે 26 મે સુધી વરસાદી માહોલ રહેશે. આજે 21 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આવતીકાલથી રાજ્યમાં વરસાદની ગતિમાં વધારો થશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં માધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતના આકાશમાં હાલ એકસાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય છે. જેના લીધે આગામી 7 દિવસ વરસાદની સંભાવના છે. એક સિસ્ટમ રાજસ્થાન તરફ જ્યારે બીજી તરફ અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. સાયક્લોનિક સર્ક્યુલેશ જેમાં 22 મેની આસપાસ લો પ્રેશર સિસ્ટમ બનશે. ચોમાસાને લઈને પણ દેશમાં પરિસ્થિતિ સાનુકૂળ છે. 4-5 દિવસમાં કેરળમાં ચોમાસાનું આગમન થશે. પરિસ્થિતિ જોતા ગુજરાતમાં પણ ચોમાસા અંગે સારી પરિસ્થિતિ જોવા મળશે.

Most Popular

To Top