Charchapatra

દક્ષિણ ગુજરાતમાં વરસાદનો વિરામ, રોડની કામગીરી કરાય તો સારું

વરસાદમાં વિરામ થતા લોકો એ હાશકારો અનુભવ્યો છે. જૂન 23થી વરસાદની પધરામણી પછી એટલા દિવસથી વરસાદ આવતો જ હતો. વરસાદનાં લીધે શહેર અને ગામડાઓનાં રોડ તૂટી પડ્યા છે. બધે પાણી ભરાઈ જવાથી રસ્તાઓ ઉપર ખાડા પડવા અને ખાડાઓમાં પાણી રહેતા રસ્તાઓ ખરાબ થઈ ગયા છે. વાહન ચાલકો સાથે દુર્ઘટનાઓનાં સમાચાર અખબારમાં વાંચવા મળે છે. રસ્તાઓ પર વાહનચાલકોને કોઈ પણ પ્રકારની તકલીફ નહિ પડે એના માટે તંત્ર દ્વારા રસ્તાઓની મરામત માટે કામગીરી શરૂ કરી છે.

જ્યારે ફરી વરસાદ નહિ પડે એ પહેલાં કામગીરી આટોપી લેવાય તો સારું, કારણ કે વરસાદ ફરીથી ગમે ત્યારે આવી શકે. રસ્તાની મરામત માટે ગાંધીનગરથી આદેશ અપાયા પછી શહેર તાલુકાઓમાં કામગીરી શુરું થઈ છે. છતાં ગટરોની સાફસફાઈ અને ગંદકી દૂર કરવાની કામગીરી વહેલી હાથ ધરાય તો સારું. શહેરમાં માર્ગોની હાલત બહુ ખરાબ છે. રાહગીરી અને વાહનચાલકોને પડતી તકલીફથી છુટકારો મળશે.
સુરત     – કાંતિલાલ માંડોત– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

અમને આવી ધારણા ન્હોતી
જી હા, આ દુખદ વાત હું ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી દાદા ભૂપેન્દ્રભાઈ પટેલ, આપની સમક્ષ રજુઆત કરવા લખું છું. આપે જ્યારે રાજ્યનો કારભાર સંભાળ્યો ત્યારે હું અને લગભગ ગુજરાતની જનતાને એક સ્વચ્છ વહીવટની આશા હતી પણ સમય જતાં આપના મંત્રીમંડળ, આપના પદાધિકારીઓ અને રાજ્ય સરકાર હસ્તકનાં વહીવટી ખાતાઓના નફફટ અધિકારીઓ અને પદાધિકારીઓની બેદરકારી, અને કામચોરીના ઉત્તમ નમુના ઘણા બધા જોવા મળ્યા પણ તા: ૦૯-૦૭-૨૦૨૫ વડોદારા આણંદને જોડતા મહીનદી પરના પુલ પર જે તે ખાતાની ફક્ત લાપરવાહી જ નહીં પણ સરકારશ્રીને વિદિત હોય જ એવા ગોપનીય કારણોને કારણે જે ઘટના બની છે તે અંગે સમાચાર મળ્યા છે તે પ્રમાણે અઢાર વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે.

દાદાજી આ અકસ્માત નથી પણ હત્યા છે અને હવે આપ ઈચ્છો અને આપનું જમીર અંદરથી કાબુલતું હોય કે “મારી નબળાઈઓને કારણે ગુજરાત આખું ભ્રષ્ટાચારના અજગર ભરડામાં ફસાયું છે, તો વધુ કોઈ આવી ઘટનાઓ બને તે પહેલા વડોદરાની ઘટનામાં સંડોવાયેલા અધિકારી અને પદાધિકારીઓને રૂખસદ આપી એક દાખલો તો બેસાડો.
નાનપુરા, સુરત    – રાજેન્દ્ર કર્ણિક     – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top